Homeગુજરાતીદેશ-વિદેશUNGA: પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના વીડિયો પ્રવચનના પ્રસ્તાવનું ભારતે કર્યું સમર્થન, અમેરિકાએ...

UNGA: પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના વીડિયો પ્રવચનના પ્રસ્તાવનું ભારતે કર્યું સમર્થન, અમેરિકાએ વિઝા આપવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની આગામી સપ્તાહે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને વીડિયો લિંક દ્વારા સંબોધન કરવાની મંજૂરી આપતા એક પ્રસ્તાવના પક્ષમાં ભારતે મતદાન કર્યું છે. અમેરિકા દ્વારા ન્યૂયોર્ક આવવા માટે વિઝા આપવાનો ઇનકાર કર્યા બાદ આ પ્રસ્તાવ મહાસભામાં લાવવામાં આવ્યો હતો. બુધવારે યોજાયેલા મતદાનમાં આ પ્રસ્તાવ 152 મતોની ભારે બહુમતીથી પસાર થયો હતો. માત્ર અમેરિકા, ઇઝરાયેલ અને પરાગ્વેએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે ચાર દેશોએ મતદાન પ્રક્રિયાથી અંતર જાળવી રાખ્યું હતું.

એક તરફ અમેરિકાએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હોવા છતાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને આ બેઠકમાં ભાગ લેવા માટે વિઝા મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહમૂદ અબ્બાસ સતત બીજી વાર વિઝા ન મળવાના કારણે મહાસભાને વીડિયો લિંકથી સંબોધિત કરશે.

અમેરિકાના ઉપ સ્થાયી પ્રતિનિધિ ટૈમી બ્રુસે પોતાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇની ઓથોરિટી અને પીએલઓ (PLO) એ આતંકવાદી પ્રવૃત્તિઓનો સંપૂર્ણ બિનશરતી ત્યાગ કરવો પડશે, જે તેમણે હજુ સુધી કર્યો નથી. સામે પક્ષે, સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનના સ્થાયી પર્યવેક્ષક રિયાદ મન્સૂરે સ્પષ્ટ કર્યું હતું કે, “અમને વિઝા ન આપવાનો અર્થ એ નથી કે સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્વનો મુદ્દો અહીં ગાયબ થઈ જશે.” તેમણે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે 1968 ની સીમાઓ આધારે દ્વિ-રાષ્ટ્ર ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

  • ચીન, રશિયા અને યુએનની પ્રતિક્રિયા

ચીન અને રશિયાએ અમેરિકાના આ વલણની સખત ટીકા કરતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના યજમાન દેશ તરીકે અમેરિકાએ તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પણ અમેરિકાને અપીલ કરી હતી કે યજમાન દેશે રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓની યુએનની મુલાકાતમાં સરળતા ઊભી કરવી જોઈએ.
UGC NET June 2026 રી-એક્ઝામ આપનારા ઉમેદવારો માટે મોટા સમાચાર. NTA દ્વારા ઈંગ્લિશ, કોમર્સ અને સોશિયોલોજી વિષયની ફાઇનલ આન્સર-કી જાહેર કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular