Homeગુજરાતીફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા રહી  

ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા રહી  

  • ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા
  • 6.8ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ નુકસાન કે જાનહાનિ નહીં  

મનીલા:ફિલિપાઈન્સમાં વહેલી સવારે ધરતી ધ્રુજતા હડકંપ મચી ગઈ.રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધવામાં આવી છે.જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે, આ ભૂકંપનું કેન્દ્ર મનીલાથી લગભગ 336 કિમી ઉત્તરે હતું.ભૂકંપની ઊંડાઈ 10 કિમીના કેન્દ્રમાં માપવામાં આવી છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular