Site icon Revoi.in

છેતરપિંડીના કેસમાં અભિનેતા ધર્મેન્દ્રની મુશ્કેલી વધી, કોર્ટે સમન્સ પાઠવ્યું

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ગરમ ધરમ ધાબા ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બેને સમન્સ પાઠવ્યા છે. એડવોકેટ ડીડી પાંડેએ જણાવ્યું હતું કે, ન્યાયિક મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારની ફરિયાદ પર 89 વર્ષીય અભિનેતા વિરુદ્ધ સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે.

સુશીલ કુમારે આરોપ લગાવ્યો હતો કે, તેમને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવે છે કે આરોપીઓએ તેમના સામાન્ય ઇરાદાથી ફરિયાદીને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

કોર્ટે કહ્યું કે પુરાવાઓ છેતરપિંડીનો ગુનો જાહેર કરે છે. ન્યાયાધીશે કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો મામલો હોવાનું જણાય છે. ન્યાયાધીશે આરોપીઓને 20 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

ન્યાયાધીશે કહ્યું કે રેકોર્ડ પરના દસ્તાવેજો ગરમ ધરમ ધાબાને લગતા છે અને ઉદ્દેશ્ય પત્ર પણ આ રેસ્ટોરન્ટનો લોગો ધરાવે છે. કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે પક્ષકારો વચ્ચેનો વ્યવહાર ગરમ ધરમ ધાબા સાથે સંબંધિત છે.

ફરિયાદ મુજબ, એપ્રિલ 2018 માં, સહ-આરોપીઓએ ધરમ સિંહ દેઓલ (ધર્મેન્દ્ર) વતી તેમનો સંપર્ક કર્યો હતો અને ઉત્તર પ્રદેશમાં NH-24/NH-9 પર ગરમ ધરમ ધાબાની ફ્રેન્ચાઇઝી ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે સપ્ટેમ્બર 2018માં 17.70 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે આ પછી આરોપીએ તેને જવાબ આપવાનું બંધ કરી દીધું.

Exit mobile version