1. Home
  2. Agency
  3. News
  4. અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો
અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન કર્યું અને જણાવ્યું કે જે દવાની ગોળી અમેરિકામાં 900 ડૉલર (35,000 રૂપિયા) માં મળે છે, તે ભારતમાં માત્ર 35 સેન્ટ (35 રૂપિયા) માં મળી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયો વીડિયો

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @spicygori નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ભારતમાં દવાઓની અત્યંત સસ્તી હોવાનું જણાવતા લિઝે અમેરિકામાં બ્રાન્ડેડ રેવલિમીડની ઊંચી કિંમતની તુલના ત્યાં ઉપલબ્ધ પોષાય તેવા જેનરિક વિકલ્પ સાથે કરી. તેણીએ જણાવ્યું કે, ‘ભારતમાં દુનિયાની કેટલીક સૌથી સસ્તી દવાઓ મળે છે. મારી કાકીને એક પ્રકારનું બ્લડ કેન્સર છે, અને તેઓ રેવલિમીડ નામની દવા લે છે. અમેરિકામાં એક ગોળીની કિંમત 900 ડૉલર છે, જે 85,000 રૂપિયા બરાબર છે. મેં તેની તપાસ કરી છે. ભારતમાં આ દવાની કિંમત 35 રૂપિયાથી 300 રૂપિયા વચ્ચે છે, જે એક ગોળી માટે લગભગ 30 સેન્ટથી 3 ડૉલર બરાબર છે.’

 

View this post on Instagram

 

A post shared by Liz & Shiv (@spicygori)

‘અમને અમેરિકામાં લૂંટવામાં આવી રહ્યા છે’

લિઝે આગળ કહ્યું કે ભારત પોતાના લોકોને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે, જ્યારે અમેરિકામાં એવું નથી. તેણીએ કહ્યું, ‘અમેરિકામાં અમારી સાથે લૂંટ થઈ રહી છે, જ્યારે ભારત પોતાના લોકોને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરે છે.’

પહેલાં પણ વાયરલ થઈ ચૂક્યા છે વીડિયો

અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓની ઊંચી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરનાર લિઝ એકમાત્ર અમેરિકન નાગરિક નથી. ગયા મહિને વિક્ટોરિયા નામની અન્ય એક યુઝરે ભારતમાંથી 1,000 ડૉલરની દવા માત્ર 25 ડૉલરમાં ખરીદ્યા પછી અમેરિકન હેલ્થકેર સિસ્ટમને “કૌભાંડ” ગણાવી હતી. વિક્ટોરિયાએ જણાવ્યું કે તેણીની વીમા કંપનીએ તેણીની જરૂરી દવાઓનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો હતો. જેના કારણે તેણીએ પોતાની બચતના નાણામાંથી મોટી રકમનું બિલ ચૂકવવું પડ્યું હતું. તેણીને રાહત ત્યારે મળી જ્યારે તેને સલાહ આપવામાં આવી કે તેઓ દવા સીધી એક ભારતીય ઉત્પાદક પાસેથી મંગાવી લે. વિક્ટોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં સામાન્ય લોકોને હેલ્થકેર સિસ્ટમ દ્વારા ‘પૂરી રીતે દગો’ આપવામાં આવી રહ્યો છે. તેણીએ એવો સવાલ પણ ઉઠાવ્યો કે વધારાના પૈસા આખરે ક્યાં જઈ રહ્યા છે.

ડિસ્ક્લેમર: આ સમાચાર અમુક રાષ્ટ્રીય મીડિયા તેમજ સોશિયલ મીડિયા આધારિત છે. રીવોઈ ન્યૂઝ આવા કોઈપણ પ્રકારના દાવા માટે જવાબદાર નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code