Homeગુજરાતીગુજરાતમાં કોરોનાના વધુ 12,955 કેસ નોંધાયાઃ 133નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 12,955 કેસ નોંધાયાઃ 133નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,955 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 133 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,995 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 131 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 22 લોકો અને સુરત શહેરમાં 8, રાજકોટમાં 10, વડોદરામાં 8 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 75,37 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4174  અને અમદાવાદ જિલ્લામાં 74,  સુરત શહેરમાં 1168, અને જિલ્લામાં 298, વડોદરા શહેરમાં 722, અને જિલ્લામાં 385, રાજકોટ શહેરમાં 391, અને જિલ્લામાં 170,  જામનગર શહેરમાં 398, અને જિલ્લામાં 339,  ભાવનગર શહેરમાં 307, અને જિલ્લામાં 84, ગાંધીનગર શહેરમાં 148, અને જિલ્લામાં 158, પાટણમાં 154, મહેસાણામાં 525, દાહોદમાં 198, પંચમહાલમાં 237, બનાસકાંઠામાં 156,  ભરૂચમાં 91 , ખેડામાં 180, મોરબીમાં 92,  કચ્છમાં 173, આણંદમાં 157, મહિસાગરમાં 188, નવસારીમાં 216,   સહિત કુલ 12955  કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 36226  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 30,678 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,77,391 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 148124 એક્ટિવ કેસો છે જેમાં 792 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

સંબંધિત લેખો

Most Popular