1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિરમગામ નજીક ટેન્કર પલટી જતાં લોકો વાસણો લઈને સોયાબીન તેલ ભરવા દોડી આવ્યા
વિરમગામ નજીક ટેન્કર પલટી જતાં લોકો વાસણો લઈને સોયાબીન તેલ ભરવા દોડી આવ્યા

વિરમગામ નજીક ટેન્કર પલટી જતાં લોકો વાસણો લઈને સોયાબીન તેલ ભરવા દોડી આવ્યા

0

વિરમગામઃ અમદાવાદ-વિરગામ હાઈવે પર કાચુ તેલ ભરેલું ટેન્કર પલટી પાઈ જતાં આજુબાજુના રોડ સાઈડના ખાડાંમાં સોયાબીન ભરેલા તેલના ખાબોચીયા ભરાયા હતા. તેલ ભરેલું ટેન્કર પલટી ગયાની જાણ થતાં આજુબાજુના ગામડાંના લોકો હાથમાં વાસણો લઈને તેલ ભરવા પહોંચી ગયા હતા.

સૂત્રોના જમાવ્યા મુજબ  કંડલા પોર્ટથી કાચું સોયાબીન તેલ ભરેલું ટેન્કર ઇન્દોર જઈ રહ્યું હતું. ટેન્કર  વિરમગામ અમદાવાદ હાઈવે પર આસોપાલવ સર્કલથી આગળ સોકલી ગુરુકુળ પાસે પહોંચતાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડની સાઈડના ખાડામાં ટેન્કર પલટી જતાં સોયાબીન તેલના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં, જેને સ્થાનિક લોકો દ્વારા વિવિધ સાધનોમાં ભરી લઈ જવાયું હતું . ટેન્કરચાલક આશિક નૂરખાન કાયમખાની (ઉં.વ.40, ધંધો-ડ્રાઇવિંગ,રહે-શાહપુરા, તા-શાહપુરા, જિ.ભીલવારા(રાજસ્થાન), જેઓ અંકિત એન્ડ સન્સ ટ્રાન્સપોર્ટ ભીલવારાનું ટેન્કર ચલાવે છે. તા.9/10/2021ની રાત્રિના 9 વાગ્યાના અરસામાં ડ્રાઇવર આશિક નૂરખાન સાથે કંડકટર નફીસ મહમ્મદ દેશવાલી ટેન્કરમાં કંડલા પોર્ટ (કચ્છ-ભુજ)થી ઈમ્પીરિયસ ઈન્ફ્રાલોજિસ્ટિક પ્રા.લિ.કંડલા ખાતેથી સોયાબીનનું કાચું તેલ 37.9 ટન ભરીને ઇન્દોર(મધ્યપ્રદેશ) ખાતે જવા માટે નીકળ્યો હતો અને 10 ઓક્ટોબરના રોજ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં વિરમગામ હાંસલપુર સર્કલથી અમદાવાદ તરફ ગુરુકુળ આગળ સામેથી આવતી કારને બચાવવા જતાં ટેન્કરચાલક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એ રોડની ખાલી સાઇડમાં પલટી ખાઇ ગયું હતું. એ બાબતે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ( file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.