Homeગુજરાતીયુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર, ભારતે મદદ નહીં કરતા અત્યાચાર ગુજારાતો હોવાનો...

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર, ભારતે મદદ નહીં કરતા અત્યાચાર ગુજારાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસ નિર્દયતા પર ઉતરી આવી છે. રોમાનિયાની સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વિરોધ કરવા માટે લાકડીઓ પણ ફેંકવામાં આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા એક વિદ્યાર્થિનીએ યુક્રેનની પોલીસની બર્બરતાનો વીડિયો શેયર કર્યો છે. જો કે, આ વીડિયોની REVOI (REAL VOICE OF INDIA) સત્યતાની કોઈ પુષ્ટી કરતું નથી. રશિયાએ કરેલા યુદ્ધમાં ભારતે યુક્રેનને મદદ નહીં કરતા સ્થાનિક પોલીસ ભારતીય વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ યુક્રેનમાં ભરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઝડપથી પરત લાવવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર હરિદ્વારના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ હજુ સુધી બહાર નીકળી શક્યા નથી. વેનિપ્રોમાં ફસાયેલા હરિદ્વારના એક વિદ્યાર્થિનીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે, રોમાનિયાની સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવી રહ્યું છે, તેમને લાતોથી મારવામાં આવે છે. વિદ્યાર્થિનીએ દાવો કર્યો છે કે આ વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડરની આસપાસ અટવાયેલા છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસ દ્વારા હજુ સુધી તેનો સંપર્ક કરવામાં આવ્યો નથી, તેથી તેને ભારત પરત ફરવાનો કોઈ રસ્તો દેખાતો નથી. મોડી સાંજે, વિદ્યાર્થીનીએ, બંકરમાં આશરો લેવાનો વિડિયો શેર કરતી વખતે, તેના પાછા ફરવાની વિનંતી કરી.

બીજી તરફ અન્ય એક મેડિકલ સ્ટુડન્ટે પણ પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી, જેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ઓડિયોમાં, ભારતનો એક મેડિકલ સ્ટુડન્ટ યુક્રેનિયન પોલીસનો અસંસ્કારી ચહેરો છતો કરી રહ્યો છે, જ્યારે તેમની પર આચરવામાં આવતા અત્યાચારની વાત કરી રહ્યો છે. યુક્રેનમાં ફસાયેલા MBBS વિદ્યાર્થીઓને લઈને ઉત્તરાખંડમાં તેમના પરિવારો ખૂબ જ ચિંતિત છે.

યુક્રેનના ઇવાનો શહેરથી રોમાનિયા બોર્ડર પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે નાઇજીરિયા અને દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓએ ઝપાઝપી કરી અને તેમની આંખોમાં  મિર્ચ સ્પ્રે છાંટ્યું હતું. જેના કારણે અનેક બાળકોના ફોન અને અન્ય સામાન ખોવાઈ ગયાનું જાણવા મળે છે. તેમજ ઝપાઝપીમાં કેટલાક વિદ્યાર્થીઓને ઈજાઓ થયાનું ચર્ચાઈ રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને તેમના પરિવારજનો ચિંતામાં મુકાયાં છે.

સંબંધિત લેખો

Most Popular