કાબુલ, 01 ઓક્ટોબર 2026: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વકરી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં મોટા પાયે હવાઈ હુમલો કર્યો.
આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા, જ્યારે 11થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પ્રાંતીય અધિકારીના નિવેદન બાદ પાકિસ્તાને આ વાતની પુષ્ટિ કરી હતી. પાકિસ્તાની સરકારે માર્યા ગયેલા તમામ લોકોને આતંકવાદી ગણાવ્યા છે.
બે રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા
હેલમંડ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં હેલમંડના ગર્મસીર જિલ્લામાં આવેલા બે રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો
પ્રાથમિક માહિતીના આધારે, એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ભયાનક હુમલામાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે પીડિતોમાં મૃતક અને ઘાયલ બંનેમાં મોટા ભાગના મહિલાઓ અને નાના બાળકો છે.
વધુ વાંચો: જ્હોન કેમ્પબેલનો ધમાકેદાર રેકોર્ડ, ભારત સામે સૌથી ઝડપી શતક


