1. Home
  2. revoi editor

revoi editor

સાંજના નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરવું છે? મિનિટોમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી મસાલા પીનટ ચાટ

સાંજની ચાની મજા ત્યારે જ બમણી થઈ જાય છે જ્યારે તેની સાથે કંઈક ચટપટું, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવા મળે. પરંતુ રોજ-રોજ એક જ પ્રકારના બિસ્કિટ કે પેકેજ્ડ સ્નેક્સ ખાઈને લોકો અવારનવાર કંટાળી જતા હોય છે. જો તમારી સાથે પણ એવું જ થતું હોય અને તમે સાંજની ચા સાથે કંઈક નવું, ટેસ્ટી અને હેલ્ધી ટ્રાય કરવા […]

અમદાવાદમાં ગ્યાસપુરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક

અમદાવાદ, 10 જુન, 2026 :  120 huts gutted in fire  શહેરના વિશાલાથી નારોલ જતા રોડ પર ગ્યાસપુરમાં મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલના સમાંતર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરના ટાણે આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક થયા હતા. જોકે આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી […]

ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી

ભરૂચ, 10 જૂન 2026 – ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતના ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાં હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની જૂની મૂર્તિઓ દર્શાવતો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં ભગવાન ગણેશ, હનુમાન અને જૈન તીર્થંકર મલ્લિનાથજીની […]

દિલ્હી એરપોર્ટ ઉપર હશીશના જથ્થા સાથે એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સની તસ્કરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળો દ્વારા હશીશના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પરથી  4.411 કિલો હશીશ (ચરસ)નો જથ્થો […]

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ

અમદાવાદ, 10 જુન, 2026 : Digital luggage locker facility launched શહેરના કાળુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કાળુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે ડિજિટલ લગેજ લોકરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આજે બુધવારે રેલવે સ્ટેશન પરિસરમાં ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને […]

એશિયાન રીઝનલ ફોરમ બેઠક: ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નિયમ-આધારિત વ્યવસ્થા અને વૈશ્વિક હિતોની રક્ષા પર ભારતનો ભાર

નવી દિલ્હી, 10 જૂન 2026: ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમાન હિતોની રક્ષા માટે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર પોતાનું મજબૂત વલણ સ્પષ્ટ કર્યું છે. ફિલિપિન્સના મનિલામાં આયોજિત ‘આસિયાન રીઝનલ ફોરમ’ (એઆરએફ) ના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં વિદેશ મંત્રાલયના પૂર્વ બાબતોના સચિવ રુદ્રેન્દ્ર ટંડને ભારતીય પ્રતિનિધિમંડળનું સફળ નેતૃત્વ કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે વર્તમાન […]

ખારાઘોડાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે વિરોધ

સુરેન્દ્રનગર, 10 જુન, 2026 : Protest against allotment of 5000 acres of land to a private company  જિલ્લાના ખરાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અને અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, આ રણ વિસ્તાર દેશભરમાં મીઠા ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે સરકાર હસ્તકના હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ […]

પંજાબ પોલીસે ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે ત્રણ દિવસનું ખાસ ઓપરેશન હાથ ધર્યું

ચંદીગઢ, 10 જૂન 2026: Illegal Hawala Network ‘યુદ્ધ નશા વિરુદ્ધ’ અભિયાનના આગામી તબક્કાના ભાગ રૂપે, પંજાબ પોલીસે ડ્રગના વેપાર સાથે જોડાયેલા ગેરકાયદેસર હવાલા નેટવર્કને તોડવા માટે ત્રણ દિવસની રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર હવાલા ઓપરેટરો સામે કાર્યવાહી કરવાનો છે જેઓ ડ્રગની હેરફેરમાંથી પેદા થતા ભંડોળના ટ્રાન્સફરને સરળ બનાવે છે, […]

NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા મળી

આ અભ્યાસક્રમ માટે NIMCJ ગુજરાત યુનિવર્સિટીની એકમાત્ર માન્ય સંસ્થા અમદાવાદ, 10 જૂન 2026: NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા આપવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસ (જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બીએજેએમસી ઓનર્સના ચોથા વર્ષમાં પ્રવેશ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ અભ્યાસક્રમ માટે ગુજરાત યુનિવર્સિટી […]

ગુજરાતમાં 111 જળાશયોમાં 25 ટકાથી ઓછુ જળસ્તર, વરસાદ ખેંચાશે તો મુશ્કેલી પડશે

અમદાવાદ, 10 જુન, 2026 : Water level less than 25 percent in 111 reservoirs નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતમાં આગળ વધીને મુંબઈ પહોંચી ગયુ છે. અને 15 જુન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થઈ જશે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો થયો છે. જો વરસાદ ખેંચાશે તો રાજ્યના કોટલાક વિસ્તારોમાં જળ સંકટ ઊભુ થવાની દહેશત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code