1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

પ્રખ્યાત ગીતકાર શ્રી પ્રસૂન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

નવી દિલ્હી, 2 મે, 2026 – પ્રખ્યાત ગીતકાર અને સંચાર નિષ્ણાત શ્રી પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાણીતા ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાતની ભારતના જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. શ્રી જોશી સાહિત્ય, જાહેરાત, સિનેમા અને જાહેર સંચારમાં વ્યાપક યોગદાન આપનારા એક […]

ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ એ ‘સ્ટ્રેસ’ (Stress) શબ્દ આપણા જીવનનો પર્યાય બની ગયો છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ વ્યક્તિની સહન કરવાની ક્ષમતા કરતા ઘટી જતી હોય છે ત્યારે માનસિક રીતે ખેંચતાણ અનુભવાય છે ત્યારે ‘સ્ટ્રેસ’ કહેવામાં આવે છે. આજે વિધ્યાર્થીના જીવનથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. સામાન્ય અનુભવાતો […]

Ghost Murmur અને ઇલેક્ટ્રોનનો Spin : વિજ્ઞાન અને કલ્પના

તાજેતરના સમયમાં “Ghost Murmur” નામની એક રહસ્યમય ટેકનોલોજી અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે Central Intelligence Agency જેવી સંસ્થાએ તેનો ઉપયોગ કરીને દૂર ક્યાંક છુપાયેલા વ્યક્તિને માત્ર તેના હૃદયના ધબકારાના ચુંબકીય સંકેતો દ્વારા શોધી કાઢ્યો. આ વાત સાંભળવામાં ખૂબ આકર્ષક લાગે છે, જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો દ્રશ્ય હોય. પરંતુ જ્યારે આપણે […]

ટીએમસીને વધુ એક સુપ્રીમ ફટકો, મતગણતરી મામલે મમતા બેનરજીની અરજી ફગાવી

નવી દિલ્હી, 2 મે, 2026: ટીએમસીને વધુ એક અદાલતી ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય કર્મચારીઓની હાજરી સામે મમતા બેનરજીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે. આજે શનિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં TMCનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ TMCને કોઈ રાહત […]

સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

સુરત, 2 મે, 2026 – સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને નાગરિકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. Great Power Games: From Western Decline to Eastern Ascent એ શ્રી સૂદનું ત્રીજું પુસ્તક છે. અગાઉ તેઓ ‘The Unending Game – Insights into Espionage’, ‘The Ultimate Goal’ એ બે પુસ્તક લખી ચૂક્યા છે. […]

ડ્રગ નેટવર્કનો આકા સલીમ ડોલા તુર્કિયેમાં હમઝા બની છુપાયો હતો

મુંબઈ, 1 મે 2026: ભારતની સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના મામલે મોટી સફળતા મળી છે. અંદાજે 5000 કરોડ રૂપિયાનું ડ્રગ નેટવર્ક ચલાવતા કુખ્યાત ડ્રગ માફિયા મોહમ્મદ સલીમ ડોલાને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ તેને મુંબઈની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તપાસમાં બહાર આવેલા […]

મુંબઈમાં રૂ. 1,745 કરોડનું કોકેઈન ઝડપાયું, આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

મુંબઈ, 1 મે 2026: દેશને નશા મુક્ત બનાવવાના અભિયાન હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંની એક પાર પાડી છે. એનસીબી મુંબઈની ટીમે એક ઓપરેશન દરમિયાન આશરે 349 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1,745 કરોડ આંકવામાં આવી રહી છે. આ સફળતા સાથે જ એજન્સીએ એક […]

ભારત વિશ્વ સ્તરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝમ માટે જાણીતુઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: “ઓપરેશન સિંદૂરે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે તેની ધરતી પર થતા આતંકવાદી હુમલાઓ વખતે માત્ર રાજદ્વારી નિવેદનો જારી કરવાની જૂની માનસિકતામાં બંધાયેલું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે નિર્ણાયક કાર્યવાહી દ્વારા તેની અડગ પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરીને માત્ર ઇરાદા અને રેટરિકથી આગળ વધીને કાર્ય કર્યું છે,” તેમ […]

ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સની સાથે ચિપ્સ ખાવાની આદત આરોગ્ય માટે હાનિકારક

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: દેશના અનેક રાજ્યોમાં હાલ આકરી ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શરીરને હાઈડ્રેટ રાખવું અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે કોઈપણ ફંક્શન હોય કે ઘરે મહેમાન આવે, આપણે ઠંડા પીણા (કોલ્ડ ડ્રિંક્સ) અને ચિપ્સ પીરસતા હોઈએ છીએ. ઘણા લોકો આ બંનેનું કોમ્બિનેશન ખૂબ પસંદ કરે છે, પરંતુ […]

આગામી બે દાયકામાં દર વર્ષે 40 દિવસ સુધી આકરી ગરમી પડશે, રાત પણ વધુ ગરમ રહેશે

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: ભારતમાં ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ તે એક ગંભીર વાસ્તવિકતા બની રહ્યો છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અગ્રણી થિંક ટેન્ક ‘કાઉન્સિલ ફોર એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર’ (સીઈઈડબલ્યુ)ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી બે દાયકામાં ભારતને દર વર્ષે વધારાના 15 થી 40 એવા દિવસોનો સામનો કરવો પડી શકે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code