HomeAgency Newsરાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર એકબીજા સાથે ટકરાઈ, કેટલાકને...

રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર એકબીજા સાથે ટકરાઈ, કેટલાકને ઈજા

લખનૌ, 26 ઑક્ટોબર, 2026: Vehicles in Rahul Gandhi’s convoy collided રાહુલ ગાંધીના કાફલાનાં વાહનો એકબીજા સાથે અથડાયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે રાહુલ ગાંધી સુરક્ષિત છે. આ અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 91 કિમી માઈલસ્ટોન પાસે થયો હતો. માહિતી અનુસાર, રાહુલ ગાંધીના કાફલામાં સામેલ 5 ગાડીઓ અને એક એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી લખનૌથી સુલતાનપુર જઈ રહ્યા હતા, તે જ સમયે આ અકસ્માત સર્જાયો હતો.

લખનૌથી સુલતાનપુર જઈ રહ્યા હતા રાહુલ ગાંધી
હકીકતે સુલતાનપુર કોર્ટમાં માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ આજે હાજર થવાનું હતું. 8 વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ અમિત શાહ પર ટિપ્પણી કરી હતી, જેને લઈને રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. આ કેસમાં છેવટે એમપી-એમએલએ અદાલતે કોંગ્રેસ નેતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular