1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં 90 ટકા અને તમિલનાડુમાં 84 ટકાથી વધુ જંગી મતદાન

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની 152 બેઠકો અને તમિલનાડુની 234 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક અથડામણના બનાવો બન્યાં હતા. દરમિયાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 89.93 અને તમિલનાડુમાં 82.24 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 152 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યુવા તબીબોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પદવી માત્ર વર્ષોની મહેનતનું પરિણામ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક મોટી જવાબદારીની શરૂઆત છે. હિમાલયના પ્રવેશદ્વાર […]

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉભી કરાઈ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાએ 22 એપ્રિલ, 2026ના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર દિવસ અને રાત બંને સમયે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) સક્રિય કરી. આનાથી વાયુસેનાની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવાની કામગીરીની ક્ષમતા દર્શાવવામાં આવી. ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ અને લઘુમતી કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ રાજભર, એર માર્શલ બી. મણિકાંતન […]

ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, ડૂરન્ડ લાઇનને સરહદ માનવાનો તાલિબાનનો ઇનકાર

કાબુલ, 23 એપ્રિલ 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન સરકારના સીમા મામલાના મંત્રી નૂરુલ્લાહ નૂરીએ પાકિસ્તાનને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું છે કે, અફઘાનિસ્તાન ક્યારેય ‘ડૂરન્ડ લાઇન’ ને સત્તાવાર સરહદ તરીકે સ્વીકારશે નહીં. નૂરીએ પાકિસ્તાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન નથી ઈચ્છતું કે અફઘાનિસ્તાનમાં કોઈ […]

પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન

કોલકાતા, 23 એપ્રિલ, 2026 –  પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. મતદાનની આ ટકાવારી ઐતિહાસિક ગણી શકાય. તેની સામે તમિલનાડુમાં આ જ સમયગાળા સુધીમાં 58 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં આજે ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ […]

ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે આ બંને રાજ્યોમાં લોભ-લાલચ વગરના મુક્ત અને ન્યાયી મતદાન માટે કમર કસી છે. 23 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે પંચે આ બંને રાજ્યોમાં સંયુક્ત રીતે 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત […]

ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: દેશભરની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો ખરીદવા માટે કરવામાં આવતા દબાણ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) ગંભીર નોંધ લીધી છે. વાલીઓની વ્યાપક ફરિયાદો અને ‘નમો ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ, પંચે આ મુદ્દે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણી કરતા […]

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?

ટ્રમ્પે ભારત અને ચીનને ‘હેલહોલ’ કહેતો માઈકલ સેવેજનો પત્ર શેર કર્યો જન્મસિદ્ધ નાગરિકતા અને પ્રવાસીઓ વિશે કરી વંશીય ટિપ્પણી વૉશિંગ્ટન ડીસી, 23 એપ્રિલ, 2026 – અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં નિર્ણયક પરિણામ નહીં આવતા અને દેશમાં જો તેમના નેતૃત્વના વિરોધનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે અમેરિકી જમણેરી પરિબળોનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code