1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી: માલવિયા નગરની એક રેસ્ટોરન્ટમાં લાગી આગ, 20 થી વધુ લોકોના મોત
દિલ્હી: માલવિયા નગરની એક રેસ્ટોરન્ટમાં લાગી આગ, 20 થી વધુ લોકોના મોત

દિલ્હી: માલવિયા નગરની એક રેસ્ટોરન્ટમાં લાગી આગ, 20 થી વધુ લોકોના મોત

0
Social Share

નવી દિલ્હી, 03જૂન 2026: Delhi: Fire breaks out in a restaurant in Malviya Nagar માલવિયા નગરના હૌઝ રાનીમાં લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોની સંખ્યા 20 થઈ ગઈ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ઘણા વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સવારે નાસ્તાના સમયે બની હતી.

જીવ બચાવવા માટે લેકો ઇમારત પરથી કૂદી પડ્યા

આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના ભોંયરામાં આવેલું હતું, જ્યાં આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આખી બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી. ભીષણ આગ જોઈને ઘણા લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા.

રેસ્ટોરન્ટમાં 60 થી વધુ લોકો હતા હાજર

રેસ્ટોરન્ટની ઉપર એક ગેસ્ટ હાઉસ પણ હતું, જેમાં વિદેશી નાગરિકો રહેતા હતા. મેક્સ હોસ્પિટલ રેસ્ટોરન્ટની સામે જ છે. ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિચારકો આ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ઘટના સમયે રેસ્ટોરન્ટમાં નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો. 60 થી વધુ લોકો હાજર હતા. રેસ્ટોરન્ટ ઉપરાંત, ભોંયરામાં ઘણા રૂમ પણ છે જ્યાં લોકો હાજર હતા.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડીસીપી અનંત મિત્તલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 20થી વધુ લોકોના મોત થયા છે. જોકે, આશંકા છે કે આ મૃત્યુઆંક વધુ વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, સવારે 8:50 વાગ્યે આગ લાગવાની જાણ થતાં 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને ભોંયરામાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા.

નેહરુ પ્લેસ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર (ડીઓ) રવિન્દર ઘટનાસ્થળે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંબઈથી દાઉદ ઈબ્રાહિમ મોડ્યુલની આતંકવાદી હુફૈઝાની ધરપકડ કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code