1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી હોવાથી ઓનલાઈન બિઝનેસને નુકશાન
પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી હોવાથી ઓનલાઈન બિઝનેસને નુકશાન

પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી હોવાથી ઓનલાઈન બિઝનેસને નુકશાન

0
Social Share

આર્થિક સમસ્યા અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલ ઈન્ટરનેટની સ્પીડ ખુબ જ ધીમી હોવાથી પાકિસ્તાનની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. એટલું જ નહીં સ્પીડ ઓછી હોવાથી ઓનલાઈન વ્યવસાયને પણ વ્યાપક અસર પડી હોવાની ફરિયાદો ઉઠી છે.

એક તરફ દુનિયાભરમાં હાઈ ઈન્ટરનેટ સ્પીડની ચર્ચા થઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાનના લોકો સ્લો ઈન્ટરનેટથી પરેશાન છે. કરાચીથી લાહોર સુધી પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ અત્યંત ધીમી થઈ ગઈ છે, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો WhatsApp, Facebook, Instagram અને TikTok જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ એક્સેસ કરી શકતા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારે “ફાયરવોલ” લાગુ કરી છે, જે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી પર નજર રાખવા માટે સ્થાપિત કરવામાં આવી છે. જો કે, આ પગલાથી ઇન્ટરનેટ સ્પીડ પર ગંભીર અસર પડી છે.

• ઓનલાઈન બિઝનેસ પર અસર
ધીમા ઈન્ટરનેટને કારણે ઓનલાઈન બિઝનેસ કરનારાઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. સ્થિર ઈન્ટરનેટ કનેક્શનના અભાવે લાખો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. Downdetector એ પણ પુષ્ટિ કરી છે કે 1 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી WhatsApp, Gmail, Instagram અને TikTok જેવી સેવાઓમાં વિક્ષેપ જોવા મળ્યો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર, કોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા સંબંધિત કામમાં જોડાયેલા લોકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code