- ઉત્તરાખંડમાં દવા ઓ ડ્રોનથી પહોંચાડાશે
- પહાડી વિસ્તારમાં દવાઓ સપ્લાય કરવી બનશે સરળ
દહેરાદૂનઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો જઈ રહ્યો છે ટેકનિકલ બાબતો સાથે અનેક ક્ષેત્રને જોડીને કાર્યને વધુ સરળ બનાવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પહાડી વિસ્તાર ગણાતા ઉત્તરાખંડમાં મેડિકલ સેવા સાથે પણ ટેકનોલોજી જોડીને દવાઓ પહોંચાડવી સરળ બનાવી છે
ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. મોટાભાગના ગામડાઓમાં વાહનવ્યવહારની સુવિધા નથી. લોકોને અનેક કિલોમીટર ચાલીને જવું પડે છે. આવી સ્થિતિમાં આ ગામડાઓમાં આરોગ્ય જેવી આવશ્યક સુવિધા પૂરી પાડવામાં મુશ્કેલી ઉભી થઇ છે. ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે રાજ્યના પર્વતીય વિસ્તારોમાં દવાઓ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.


