મનિલા, 10 સપ્ટેમ્બર 2026: ફિલિપાઇન્સના પાલાવાન પ્રાંત નજીક એક બોટમાં ભીષણ આગ લાગવાને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે અને 87 લોકો ગુમ છે. આ ઘટના પ્રાંતના એક મુખ્ય પ્રવાસન સ્થળ નજીક બની હતી.
એલ નિડો અને પ્યુર્ટો પ્રિન્સેસા સબટેરેનિયન રિવર એ ફિલિપાઇન્સના સુંદર પ્રાંત પાલાવાનના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પ્રવાસન સ્થળો છે.
કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, કિનારાથી લગભગ 2.2 કિલોમીટર દૂર ‘M/V જૂન એસ્ટર’ (M/V June Aster) બોટમાં આગ લાગી હતી. પાંચ મૃતદેહોને કિનારા પર લાવવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જહાજ સંપૂર્ણપણે આગની લપેટમાં જોવા મળે છે.
કોસ્ટ ગાર્ડના કેપ્ટન નોએમી કાયાબ્યાબે જણાવ્યું હતું કે, જહાજની યાદી (મેનિફેસ્ટ) મુજબ, તેમાં કુલ 134 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા.
અત્યાર સુધીમાં 38 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સહિત કુલ 42 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ઉપલબ્ધ માહિતી મુજબ 87 લોકો હજુ પણ ગુમ છે.


