1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત, હવે કર્મયોગી ભવન કે જુના સચિવાલયમાં કચેરી શિફ્ટ થશે
ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત, હવે કર્મયોગી ભવન કે જુના સચિવાલયમાં કચેરી શિફ્ટ થશે

ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત, હવે કર્મયોગી ભવન કે જુના સચિવાલયમાં કચેરી શિફ્ટ થશે

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ જર્જરીત બની જતાં બિલ્ડિંગમાં જતા પણ કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે. અને હાલ વરસાદી સીઝનમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં બેસીને કામ કરવુ પણ હિતાવહ નથી. સરકારની એજન્સીએ એક વર્ષ પહેલા બિલ્ડિંગ જર્જરિત હોવાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા પંચાયત દ્વારા સરકાર પાસે  નવું બિલ્ડિંગ બનાવવા માટે જમીન માગવામાં આવી રહી છે, પરંતુ  હજુ સુધી જગ્યા નક્કી કરવામાં આવી નથી. ત્યારે સરકાર દ્વારા કામચલાઉ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતની કચેરી  કર્મયોગી ભવન અથવા તો જૂના સચિવાલયમાં શિફ્ટ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વર્ષો પહેલા બંધાયેલું ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બની ગયુ છે. જેનો રીપોર્ટ જિલ્લા પંચાયતના સત્તાધિશોને મળ્યા બાદ સત્તાધીશો અને અધિકારીઓ બિલ્ડિંગ બનાવવા માટે જગ્યા શોધી રહ્યા છે અને સરકારમાં જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા શહેરમાં 3 જગ્યા બતાવવામાં આવી હતી. જોકે, તેના માટે 92 કરોડ રૂપિયા ભરવાનુ પણ કહેવાયુ હતું. જેથી કોકડુ ગૂંચવાતા ઉકેલ લાવી શકાયો નહતો. અને આ સંદર્ભે રાજ્ય સરકારને ફરીવાર રજુઆત કરવામાં આવી હતી. તેથી જિલ્લા પંચાયતના ગુંચવાઇ ગયેલા કોકડા ઉપર હાલ પુરતો વચલો રસ્તો કાઢવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં કર્મયોગી ભવનમાં અનેક બ્લોક ખાલી છે, ત્યાં સમગ્ર કચેરીને લઇ જવાની અથવા તેની જગ્યાએ જિલ્લા પંચાયત બિલ્ડિંગની નજીકમાં આવેલા જીવરાજ મહેતા ભવન (જૂના સચિવાલય)માં શિફ્ટ કરવા વિચારણા ચાલી રહી છે. જિલ્લા પંચાયતને હાલમાં બે જગ્યામાંથી કોઇ એક જગ્યામાં લઇ જવાશે એવું લાગી રહ્યું છે. જોકે, કચેરીને ક્યારે શિફ્ટ કરાય તેની પાકી માહિતી મળતી નથી. પરંતુ જો પદાધિકારીઓ સરકારના બતાવેલી જગ્યા ઉપર મહોર મારે તો નજીકના સમયમાં કચેરી શિફ્ટ થઇ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code