1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ એશિયામાં શાંતિની આશા: ઈરાનનો અમેરિકાને ટુ-સ્ટેપ શાંતિ પ્રસ્તાવ
પશ્ચિમ એશિયામાં શાંતિની આશા: ઈરાનનો અમેરિકાને ટુ-સ્ટેપ શાંતિ પ્રસ્તાવ

પશ્ચિમ એશિયામાં શાંતિની આશા: ઈરાનનો અમેરિકાને ટુ-સ્ટેપ શાંતિ પ્રસ્તાવ

0
Social Share

તેહરાન, 27 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને થંભી ગયેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાને અમેરિકા સમક્ષ એક નવો અને મહત્વપૂર્ણ ‘બે-તબક્કાનો’ શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકન ન્યૂઝ આઉટલેટ ‘એક્સિયોસ’ના અહેવાલ મુજબ, ઈરાને આ યોજનામાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અને પ્રાદેશિક યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂક્યો છે.

ઈરાન દ્વારા મોકલવામાં આવેલા આ પ્રસ્તાવમાં પરમાણુ મુદ્દાઓને અત્યારે બાજુ પર રાખીને પહેલા માનવીય અને વ્યાપારી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં પ્રસ્વાત મુક્યો હતો કે, હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવામાં આવે અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી દૂર કરવામાં આવે. બીજા તબક્કામાં યુદ્ધવિરામ અથવા કાયમી શાંતિ કરાર લાગુ કરવામાં આવે. અંતિમ ચરણમાં આ પ્રક્રિયા સફળ થયા બાદ જ પરમાણુ કાર્યક્રમ પર ઔપચારિક ચર્ચા શરૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવ પાકિસ્તાન અને ઓમાન દ્વારા અમેરિકાને સોંપવામાં આવ્યો છે, જેમાં રશિયા પણ પડદા પાછળ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું મનાય છે.

જોકે, અમેરિકા હજુ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ સ્પષ્ટ છે કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. અમેરિકાએ ઈરાન સામે કેટલીક આકરી શરતો મૂકી છે જે અનુસાર, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધન બંધ કરવું, હાલનો પરમાણુ જથ્થો દેશની બહાર મોકલી દેવો તેમજ મિસાઈલ કાર્યક્રમો અને પ્રાદેશિક સંગઠનોને આપતું સમર્થન રોકવું.

રિપોર્ટ અનુસાર, અમેરિકન પ્રતિનિધિઓની પાકિસ્તાન મુલાકાત રદ થયા બાદ આ વાટાઘાટોમાં ખલેલ પડી હોવાના સંકેત મળ્યા છે. વોશિંગ્ટન ઈરાનના શરૂઆતના પ્રસ્તાવ સાથે સંપૂર્ણ સંમત નથી. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ સ્વીકાર્યું છે કે આ મુદ્દે દેશની અંદર હજુ સુધી કોઈ સર્વસંમતિ સધાઈ નથી. બંને પક્ષો વચ્ચેના મતભેદોને જોતા શાંતિ પ્રક્રિયા હાલ વધુ જટિલ બની રહી હોય તેમ જણાય છે.

આ પણ વાંચોઃ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTAને PM લક્સને ખુશી વ્યક્ત કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code