1. Home
  2. ગુજરાતી
  3. તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી દુરઃ મંગળવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા
તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી દુરઃ મંગળવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી દુરઃ મંગળવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી. મુખ્યપ્રધાને ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. દરમિયાન ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે.

આવનારા ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. તોકતે વાવાઝોડાને લઈ NDRFની ટીમ સક્રિય બની છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 24 ટીમો ડિપ્લોય કરાઈ છે.

ગુજરાતના વલસાડમાં 2, નવસારીમાં ૧, સુરતમાં ૨, ભરૂચમાં ૧, ભાવનગરમાં ૧, અમરેલીમાં ૨, સોમનાથમાં ૨, જૂનાગઢમાં ૧, પોરબંદરમાં ૨, દ્વારકામાં ૨, જાંનગરમાં ૨, રાજકોટમાં ૨, મોરબીમાં ૨, કચ્છમાં ૨ મળી કુલ ૨૪ ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે કે, 2 ટીમો હાલ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. તો બીજી તરફ, NRDF ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન થયું છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે એનડીઆરએફની ટીમો આવી પહોંચી છે. 15 જેટલી ટીમોનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થયું છે. ઓરિસ્સા અને પંજાબથી એનડીઆરએફની ટીમોનું આગમન થયુ છે. જે સૌરાષ્ટ્રના જુદા જુદા જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code