1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે
રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે

રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અતિવૃષ્ટિમાં કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં પશુ મૃત્યુમાં પણ ચૂકવાતી રકમમાં વધારો કરાયો છે. દુધાળા પશુના મોતમાં 50,000 રૂપિયાની સહાય કરાશે. જે અત્યાર સુધી ૩૦૦૦૦ રૂપિયા હતી. આ વધારો માત્ર પૂરગ્રસ્ત  જિલ્લાઓ માટે જ છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર 13  કરોડ રૂપિયાનો બોજ પડશે. જોકે, સહાય મામલે મુખ્યમંત્રી આદેશનું પાલન નહીં થાય‌ તો અધિકારીઓ સામે પગલાં ભરવા આવશે.

ગાંધીનગરમાં આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાન અંગે સહાય આપવામાં નિર્ણય કર્યો હતો. દૂધાળા પશુનું મૃત્યુ થશે 30 હજારને બદલે રૂ.50000 અને ઘેટા-બકરાના મોત થશે તો 3000ને બદલે 5000 મળશે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા એવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કાયદામંત્રી ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યારે કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000 અને ઝૂંપડાવાસીઓને 4100ને બદલે રૂ.10,000ની સહાય મળશે. પાકા મકાનોને નુકસાન સહાયમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂ. 13492 કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. 4612 કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code