1. Home
  2. ગુજરાતી
  3. ભારત 5મી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનતા PM મોદી એ કહ્યું ‘હું મારા દેશને પાછળ નહીં રહેવા દઉં, હવે અટકીશું નહીં, આગળ વધીશું.”
ભારત 5મી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનતા PM મોદી એ કહ્યું ‘હું મારા દેશને પાછળ નહીં રહેવા દઉં, હવે અટકીશું નહીં, આગળ વધીશું.”

ભારત 5મી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનતા PM મોદી એ કહ્યું ‘હું મારા દેશને પાછળ નહીં રહેવા દઉં, હવે અટકીશું નહીં, આગળ વધીશું.”

0
Social Share
  • ભારત વિશ્વની 5મી મોટી અર્થ વ્યવસ્થા બનતા પીએમ મોદીએ ખુશી જાહેર કરી
  • વિતેલા દિવસે પીએમ મોદીએ આ બાબતને લઈને ઘણી સારી બાબતો કહી

દિલ્હીઃ- ભારત બ્રિટનને પાછળ પછાડીને વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે ત્યારે હવે વિતેલા દિવસે પીએમ મોદીએ આ બબાત પર ગર્વ કરતા  દેશની આ ઉપલબ્ધિ પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

તેમણે વિતેલા દિવસને સોમવારે કહ્યું કે ભારત માટે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું ખૂબ જ ખાસ છે કારણ કે દેશે 250 વર્ષ સુધી શાસન કરનારા લોકોને પાછળ પછાડ્યા છે,ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના અંદાજ મુજબ, ભારત બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને હવે તે માત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીથી તે પાછળ છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરતા વડાપ્રધાને કહ્યું કે દેશે હજારો વર્ષની ગુલામીની બેડીઓ તોડી નાખી છે અને હજી પણ અમે અટકશું તો નહી જ આગળ વધીશું એમ કહ્યુ હતું.

“લગભગ 250 વર્ષ સુધી ભારત પર શાસન કરનાર બ્રિટનને પાછળ છોડવાનો આનંદ છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના આંકડા કરતા વધારે છે,” અને તે ખૂબ જ ખાસ છે.”આ સહીત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું મારા દેશને પાછળ નહીં રહેવા દઉં. અમે હજારો વર્ષની ગુલામીની બેડીઓ તોડી નાખી છે અને હવે અટકીશું નહીં. અમે ફક્ત આગળ વધીશું.”

ઉલ્લેખનીય ચે કે એક સમયે ભારત પર રાજ કરતા અંગ્રેજોને ભારત એર્થવ્યવસ્થાની દ્ર્ષ્ટિએ પાછડ પછાડ્યું છે જેને લઈને પીએમ મોદીએ આ  બાબતે ખુશી વ્યક્ત કરી હતી.એક દાયકા પહેલા ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં 11મા ક્રમે હતું. તે સમયે બ્રિટન પાંચમા સ્થાને હતું. જ્યારે બ્રિટનના સ્થાને આજે ભઆરત જોવા મળે છે.જે દેશ માટે મોટી ઉપલબ્ધિ કહી શકાય.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code