1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત

જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત

0
Social Share

જામનગર, 28 એપ્રિલ 2026: Biker dies after being hit by truck   રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યા છે. ત્યારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે  ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત  નિપજ્યું છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલથી પૂર્વ તરફ આશરે બે કિલોમીટર દૂર એસઆર પેટ્રોલ પંપ સામે રફીકભાઈ ઇકબાલભાઈ શેખના પુત્ર અમીરભાઈ (ઉ.વ.45) બાઈક લઈને જામનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક નંબર જી.જે.36 એક્સ 5004 ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી અચાનક કટ પરથી વાળતા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમીરભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો

 આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code