1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ
જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ

જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ

0
Social Share

જુનાગઢ, 28 એપ્રિલ 2026:  શહેરના એક મહિલા તબીબના એક તરફી પ્રમેમાં પડેલો શખસ તબીબને ઘર, હોસ્પિટલ જઈને પરેશાન કરતો હતો. આથી આરોપી વિજય ગોંધીયા સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં 29 માર્ચ 2025ના દિવસે મહિલા તબીબને માનસિક ઉત્પિડિત કરીને તેને હેરાન કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. જેનો કેસ ચાલી જતા જૂનાગઢ જિલ્લા કોર્ટે આરોપી વિજય ગોંધીયાને ત્રણ વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, શહેરના એક મહિલા તબીબીને વિજય ગોંધીયા નામનો આરોપી પરેશન કરતો હતો. મહિલા તબીબ તેના ઘરેથી નીકળે ત્યારે ઘરની બહાર માર્ગ પર તેમજ હોસ્પિટલના કામ કરવાના સ્થળે આવવા અને જવાના માર્ગ પર પણ તે મહિલાનો પીછો કરીને સતત તેને માનસિક ઉત્પિડિત કરતો હતો. માનસિક વિકૃત દેખાતા આ વ્યક્તિ સામે મહિલા તબીબ અને તેના પતિએ જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જેને ધ્યાને રાખીને કલેકટર દ્વારા વિજય ગોંધીયાને તડીપાર કરવાનો હુકમ પણ કર્યો હતો. તડીપારની મુદત પૂર્ણ થતા તે ફરીથી જૂનાગઢ શહેરમાં આવીને મહિલા તબીબને હેરાન પરેશાન કરવાનું તેનું કારસ્તાન ફરીથી શરૂ કરતા અંતે મહિલા તબીબના પતિએ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માનસિક વિકૃત વિજય ગોંધીયાની પોલીસે અટકાયત કરી હતી.

 આરોપી વિજય ગોંધીયા સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં 29 માર્ચ 2025ના દિવસે મહિલા તબીબને માનસિક ઉત્પિડિત કરીને તેને હેરાન કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોલીસે આરોપી વિજય ગોંધીયાની 31 માર્ચના રોજ અટકાયત કરી હતી. અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટના 2જા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર સોમાભાઈ દરજી દ્વારા સમગ્ર મામલાની સુનાવણી 21 એપ્રિલ 2026ના દિવસે પૂરી કરી હતી. જોકે, સજાનો હુકમ મુલતવી રાખ્યો હતો. અંદાજિત એક વર્ષ કરતાં વધારે ચાલેલી કાયદાકીય લડતમાં આરોપી અને ફરિયાદી પક્ષ દ્વારા તેમના અસીલોની તરફેણમાં ધારદાર દલીલો પણ કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે 29 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા જેમાંના કેટલાક સાક્ષી હોસ્ટાઈલ પણ થયા હતા પરંતુ કોર્ટ દ્વારા મામલો ખૂબ જ ગંભીર હોવાનું તેમજ તબીબ દરજ્જના મહિલાને માનસિક વિકૃત વ્યક્તિ દ્વારા સતત અને ઇરાદાપૂર્વક ઉત્પિડિત કરવાનું ફલિત થતા 2જા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવકુમાર સોમાભાઈ દરજીએ આરોપી વિજય ગોંધીયાને ત્રણ વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code