સિદ્ધપુર, 17 સપ્ટેમ્બર, 2026: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે ગુરુવાર, તા. 17 સપ્ટેમ્બર, 2026 ના રોજ યુનિવર્સિટી સેમિનાર હોલમાં 59મા એન્જિનિયર્સ ડે ની ઉજવણી – 2026 નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન્જિનિયરિંગ ક્ષેત્રે વ્યાવસાયિક, શિક્ષણવિદો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એન્જિનિયર દિવસ દર વર્ષે સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા ની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. ઇજનેરી ક્ષેત્ર અને રાષ્ટ્રનિર્માણ માં તેમના અમૂલ્ય યોગદાન થી આજે પણ અનેક ઇજનેરો અને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે.
આ ઉજવણી ની થીમ “Engineering Excellence for a Sustainable and Technologically Sovereign India” એટલે કે “ટકાઉ અને ટેકનોલોજીકલી આત્મનિર્ભર ભારત માટે એન્જિનિયરિંગ ક્ષેત્રની શ્રેષ્ઠતા” રાખવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો અને મહેમાનોના આગમન તથા બેઠક વ્યવસ્થા થી થયો હતો. ત્યારબાદ પ્રાર્થના, મહાનુભાવો નું સ્વાગત અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. વિપુલ એમ. ડાભી, ડીન (એડમિન), ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ તથા ડૉ. દિલીપકુમાર એસ. પટેલ, ડીન (એકેડેમિક), ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ દ્વારા મહેમાનો અને મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું તથા યુનિવર્સિટી વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફે. (ડૉ.) એમ. એસ. રાવે ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું. તેમણે એન્જિનિયરિંગ શિક્ષણના મહત્વ તથા રાષ્ટ્રના વિકાસમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કુશળ, નવીન વિચારસરણી ધરાવતા અને જવાબદાર એન્જિનિયરો તૈયાર કરવામાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જે દેશની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપી શકે.
IEI ગુજરાત સ્ટેટ સેન્ટર માનનીય અધ્યક્ષ Er. એમ. ડી. પટેલ, FIE, માનનીય અધ્યક્ષ, IEI ગુજરાત સ્ટેટ સેન્ટર તથા વિશેષ સચિવ, સિંચાઈ વિભાગ, ગુજરાત સરકાર, અને Er. જે. એ. ગાંધી, MIE, માનનીય કાઉન્સિલ સભ્ય, IEI ગુજરાત સ્ટેટ સેન્ટર તથા વિશેષ સચિવ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, નવીનતા અને ટેકનોલોજીકલ વિકાસ પર માર્ગદર્શક સંબોધન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય પ્રમુખ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા તથા ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાને મજબૂત બનાવવામાં એન્જિનિયરિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુવા એન્જિનિયરોને રાષ્ટ્રનિર્માણ માં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @2047” ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. તેમણે યુવા એન્જિનિયર માં નવીનતા, સમર્પણ, ટેકનિકલ શ્રેષ્ઠતા અને જવાબદારી મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી વિકસિત અને ટેકનોલોજીકલી અદ્યતન ભારતનું નિર્માણ થઈ શકે.

આ કાર્યક્રમનું સફળ આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ના માનનીય પ્રમુખ શ્રી બળવંતસિંહ રાજપૂતના આશીર્વાદથી તથા પ્રોવોસ્ટ પ્રોફે. (ડૉ.) એમ. એસ. રાવ અને રજિસ્ટ્રાર ડૉ. ચેતનસિંહ વાઘેલાના અમૂલ્ય સહયોગ અને માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તથા અન્ય મહાનુભાવો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દ્વારા એન્જિનિયરોને યોગદાનને બિરદાવવાની સાથે વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નવીનતા, સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતા તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ઔપચારિક કાર્યક્રમના અંતે Er. હિમાંશુ શાહ, સચિવ, IEI-ગુજરાત સ્ટેટ સેન્ટર દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી. તેમણે મુખ્ય મહેમાન, મહાનુભાવો, યુનિવર્સિટી મેનેજમેન્ટ, ફેકલ્ટી સભ્યો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ તથા કાર્યક્રમની સફળતા માં યોગદાન આપનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
ઔપચારિક કાર્યક્રમ બાદ મહાનુભાવો અને ઉપસ્થિતોએ પોસ્ટર/મોડેલ પ્રેઝન્ટેશન ની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા એન્જિનિયરિંગ સંબંધિત પોસ્ટરો અને મોડેલો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, ટેકનિકલ જ્ઞાન અને નવીન વિચારો રજૂ કરવાની તક મળી હતી.
કાર્યક્રમના સફળ સંકલન અને આયોજનની જવાબદારી ડૉ. ભાર્ગવ પી. મજમુન્દાર, એસોસિયેટ પ્રોફેસર, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ તથા શ્રી મોહિતકુમાર રામી, આસિસ્ટન્ટ પ્રોફેસર, કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા નિભાવવામાં આવી હતી. તેમના સમર્પિત પ્રયાસોથી કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન શક્ય બન્યું હતું.
IEI ગુજરાત સ્ટેટ સેન્ટર અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ દ્વારા પ્રથમ વખત સંયુક્ત રીતે આયોજિત આ એન્જિનિયર્સ ડે ની ઉજવણી ઉત્તર ગુજરાતમાં વ્યાવસાયિક એન્જિનિયરિંગ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
આ ઉજવણી એન્જિનિયરિંગ ક્ષેત્રની શ્રેષ્ઠતા, ટકાઉ વિકાસ અને ટેકનોલોજીકલ પ્રગતિ ના મહત્વ ને પુનઃસ્થાપિત થઇ . સાથે જ, આ કાર્યક્રમ દ્વારા યુવા એન્જિનિયરો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ તથા 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વિઝનમાં યોગદાન આપવા પ્રેરણા મળી.


