Homeગુજરાતીદિવંગત ગાયક કેકેનું છેલ્લું ગીત 'ધૂપ પાની બેહને દે' થશે રિલીઝ

દિવંગત ગાયક કેકેનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બેહને દે’ થશે રિલીઝ

  • કેકેનું છેલ્લું ગીત થશે રિલીઝ
  • ગીત ‘ધૂપ પાની બેહને દે’ થશે રિલીઝ
  • ફિલ્મ 24 જૂને થશે રિલીઝ

મુંબઈ:પંકજ ત્રિપાઠી અભિનીત આગામી ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું ગીત ‘ધૂપ પાની બહેન દે’ સોમવારે એટલે કે આજે રિલીઝ થશે. અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત, ‘શેરદિલ’ ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.

31 મેના રોજ સિંગર કેકેએ દુનિયાને અલવિદા કહ્યું હતું.કોલકાતામાં યોજાયેલ કાર્યક્રમ તેમના જીવનની છેલ્લી ઇવેન્ટ સાબિત થઈ.

ફિલ્મની વાર્તા જંગલના કિનારે વસેલા એક ગામના લોકોની છે, જેમને દરરોજ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મમાં શહેરીકરણને કારણે ઘટતા જંગલ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓની સાથે માનવ-પશુ સંઘર્ષ અને ગરીબી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પંકજ ત્રિપાઠી ઉપરાંત ફિલ્મમાં નીરજ કાબી અને સયાની ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થવાની છે.

https://www.instagram.com/p/Cear9xTskMO/?utm_source=ig_embed&ig_rid=c3ab45ba-1cbe-4c68-8421-e7d61eceb96d

‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’ ગુલશન કુમાર, ટી-સિરીઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને ભૂષણ કુમાર અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા મેચ કટ પ્રોડક્શન્સ સાથે મળીને નિર્મિત છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular