1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર WhatApp નહીં ચાલે, એપ ચલાવવા કરો આ કામ
વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર WhatApp નહીં ચાલે, એપ ચલાવવા કરો આ કામ

વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર WhatApp નહીં ચાલે, એપ ચલાવવા કરો આ કામ

0
Social Share
  • વર્ષ 2021થી કેટલાક એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે
  • વ્હોટ્સએપ યૂઝ કરતા રહેવા માટે તમારે સિસ્ટમને અપગ્રેડ કરવાની રહેશે
  • અહીંયા વાંચો ક્યાં એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે

નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે ફેસબૂકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ હવે કેટલાક જૂના એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન પર નહીં ચાલે. આપને જણાવી દઇએ કે વ્હોટ્સએપ દર વર્ષે કેટલાક જૂના અને આઉટડેટેડ એન્ડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરી દે છે. આ કડીમાં વ્હોટ્સએપે 2021થી કેટલાક જૂના એન્ડ્રોઇડ અને આઇઓએસને સપોર્ટ બંધ કરવાની વાત કહી છે.

જો તમે પણ એડાન્સ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર અપગ્રેડ કર્યા વિના જૂના આઇફોન અથવા એન્ડ્રોઇડ ફોનનો વપરાશ કરી રહ્યા હોય તો બની શકે કે તમે પણ વ્હોટ્સએપનો ઉપયોગ ના કરી શકો. તેથી તમારી સિસ્ટમને અપડેટ કરવી આવશ્યક છે. WhatsApp દ્વારા એક બ્લોગમાં જણાવાયું છે કે વર્ષ 2021થી તે iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. તેથી આ ફોનના યૂઝર્સને પોતાના ફોનની ઓપરેટિગં સિસ્ટમ અપગ્રેડ કરવી અનિવાર્ય છે.

WhatsApp ના સપોર્ટ પેજ પર યૂઝર્સને પોતાના જૂના ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ્સને અપગ્રેડ કરવાની સૂચના આપી છે. જો સિસ્ટમ અપગ્રેડ કરશે તો જ વોટ્સએપ અને તેના ફીચર્સનો ઉપયોગ કરી શકશે. વર્ષ 2021 વ્હોટ્સએપનો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhoneમાં ઓછામાં iOS 9 અથવા તેનાથી વર્ઝન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં 4.0.3 અથવા તેનાથી નવું વર્ઝન હોવું આવશ્યક છે.

નોંધનીય છે કે જૂના અને આઉટડેટેડ iOS અને એંડ્રોઇડ સ્માર્ટફોન હવે ઓછા જ બચ્યા છે. પરંતુ જે બચ્યા છે તેમને WhatsAppના તમામ ફીચર્સનો લાભ ઉઠાવવા માટે પોતાને અપગ્રેડ કરવું પડશે. WhatsAppની નવી જાહેરાતથી iPhone4 સુધીના મોડલ WhatsApp સપોર્ટ ગુમાવી દેશે. એટલે કે WhatsApp નહી ચાલે.

તો બીજી તરફ  iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓછામાં ઓછા  iOS 9 અપગ્રેડ કરવું પડશે. તો બીજી તરફ Android ફોનની વાત કરીએ તો HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2માં નવા વર્ષથી WhatsApp નહી ચાલે. જોકે જે યૂઝર્સના સ્માર્ટફોનના ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ સાથે પેચ મળે છે તેમના ફોનમાં વોટ્સએપ પહેલાંની માફક કામ કરતું રહેશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code