Homeગુજરાતીજાપાનમાં ભૂકંપથી ભારે તબાહી: 13 લોકોનાં મોત અને અનેક લાપતા

જાપાનમાં ભૂકંપથી ભારે તબાહી: 13 લોકોનાં મોત અને અનેક લાપતા

ટોક્યો, 29 જુલાઈ 2026: Earthquake in Japan જાપાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ગઈકાલે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ જોરદાર આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગુમ છે.

જાપાનમાં ભૂકંપમાં 13 લોકોનાં મોત

જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ બુધવારે સવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ જાપાનના કેટલાક ભાગોમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે 13 લોકોનાં મોત થયા છે અને ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે.

જાપાનના વડાપ્રધાન તાકાઈચીએ જણાવ્યું હતું કે રાતભર બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન અન્ય કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો હજુ પણ ગુમ છે.

બપોરે જાપાનના દક્ષિણના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોતો વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી, જેના કાટમાળ નીચે લોકો ફસાઈ ગયા હતા.

જાપાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુ પાસે અનેક ઈમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. NHKના અહેવાલ મુજબ, યાત્સુશિરોમાં પુલનો રાહદારીઓ માટેનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ સાથે જ, તે જ શહેરમાં ક્યુશુ એક્સપ્રેસવે પર આવેલા હાઈવે ઓવરપાસને પણ ભારે નુકસાન થયું હતું.

વડાપ્રધાને લોકોને સતર્ક રહેવા કહ્યું

પત્રકારો સાથે વાતચીત દરમિયાન, વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું, “સમાન તીવ્રતાના અન્ય ભૂકંપની શક્યતાને જોતા તેમણે સતર્ક રહેવું જોઈએ.”

વધુ વાંચો: ઉત્તરાખંડમાં અલકનંદા અને મંદાકિની નદીઓ ચેતવણીના સ્તરથી ઉપર, કેદારનાથ યાત્રા સ્થગિત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular