1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે કેટલાક જળાશયો છલકાયાં
અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે કેટલાક જળાશયો છલકાયાં

અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે કેટલાક જળાશયો છલકાયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ શહેર અને આસપાસના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે ગાંધીનગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.

અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ અમદાવાદ અને ગાંધીનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળાશયોમાં પાણીની ભારે આવક થતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે. જામનગરના કાલાવડમાં વોડીસાંગ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ ભાદર-2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો. ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ધોરાજીથી પોરબંદર સુધીના ગામોને સતર્ક કરાયા હતા. બોટાદના ગઢડામાં માલપરા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટના ધોરાજીમાં ફોફળ ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો. 10 ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. કચ્છના નખત્રાણામાં કડિયા ધ્રો સોળે કળાએ ખીલી ઉઠ્યો.કડિયા ધ્રોમાં ઝરણાં વહેતા થતા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code