1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR
રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR

0
  • પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી
  • હવે વધુ એક અભિનેત્રીએ નોંધાવી FIR
  • આરોપીમાં ગહના વશિષ્ઠનું નામ પણ સામેલ

મુંબઇ: પોર્ન ફિલ્મોના નિર્માણ અને વિવિધ એપ્સ દ્વારા તેના પ્રસારના કેસમાં રાજ કુંદ્રાના ગળે ગાળિયો વધુ કસાઇ રહ્યો છે. હવે બીજી અભિનેત્રીએ રાજ કુંદ્રાની કંપનીના 3 થી 4 નિર્માતાઓ વિરુદ્વ FIR નોંધાવી છે. આરોપીઓમાં અભિનેત્રી ગહના વસિષ્ઠનું નામ પણ છે. આ કેસ દાખલ કરનારી અભિનેત્રી નવોદિત છે.

ભારતીય કાયદા સંહિતાની કલમ 392, 420, 393, અને 34 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત IT એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ ઉપર મહિલાઓના અભદ્ર ચિત્રણને રોકવા માટેના કાયદા 3,4,6,7 એક્ટ પણ લાદવામાં આવ્યા છે.

આ દરમિયાન તપાસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે 120 નવા અશ્લીલ વીડિયો ઝડપ્યા છે. રાજ કુંદ્રા સામે આ એક મોટો પુરાવો સાબિત થઇ શકે છે. રાજ કુંદ્રાને તેની ધરપકડની આશંકા હતી એટલે તેણે માર્ચમાં જ પોતાનો ફોન બદલ્યો હતો. આને કારણે ક્રાઇમ બ્રાંચને હજુ સુધી આ કેસ સાથે જોડાયેલો જૂનો ડેટા મળ્યો નથી. તે જૂના ડેટાની શોધ ચાલુ છે. જો તે ડેટા મળી આવે છે તો, પછી ઘણા વધુ ઘટસ્ફોટ થઇ શકે છે.

ક્રાઈમ બ્રાંચના (Mumbai Police Crime Branch) સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનેક બોગસ નિર્માતાઓ અશ્લીલ ફિલ્મોના નિર્માણ માટે ઉભા કરાયા હતા. પરંતુ તે ફિલ્મોમાં રાજ કુંદ્રા દ્વારા નાણાંનું રોકાણ કરાતું હતું. દરેક નિર્માતા માટે એક અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code