1. Home
  2. ગુજરાતી
  3. આજે જ વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો અન્યથા નહીં કરી શકો આ 11 કામ
આજે જ વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો અન્યથા નહીં કરી શકો આ 11 કામ

આજે જ વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો અન્યથા નહીં કરી શકો આ 11 કામ

0
Social Share
  • વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ આજે જ નખાવી દો
  • અન્યથા તમારા કેટલાક કામ અટકી જશે
  • હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ખૂબ જ આવશ્યક છે

નવી દિલ્હી: હવે દેશના અનેક રાજ્યોમાં High Security Number Plateને અનિવાર્ય કરવામાં આવી છે.  જો તમારા વાહન પર આ પ્લેટ નથી તો તમે આ 11 કામ કરી શકશો નહીં.

જો તમે પણ હજુ સુધી તમારા વાહન પર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ નથી લગાવી તો તેને લગાવડાવી લો તે આવશ્યકત છે. અન્યથા તમારા પણ અનેક કામો અટકી જશે તે ચોક્કસ છે.

આ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટમાં હોલોગ્રામ સ્ટીકર લાગેલું હોય છે. જેની પર ગાડીના એન્જિન અને ચેસિસ નંબર હોય છે. આ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટને વાહનની સુરક્ષા તેમજ સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ નંબર પ્રેશર મશીનની મદદથી લખાય છે.

આ 11 કામ નહીં કરી શકો

1. HSRP વિના વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્રની કોપી નહીં મળે
2. વાહન રજિસ્ટ્રેશન, સ્થાનાંતરણ
3. સરનામું બદલવું
4. રજિસ્ટ્રેશન
5. અનાપત્તિ પ્રમાણપત્ર
6. દૃષ્ટિબંધક રદ્દ કરવું
7. દૃષ્ટિબંધક અનુમોદન
8. નવું પરમિટ
9. અસ્થાયી પરમિટ
10. વિશેષ પરમિટ
11. રાષ્ટ્રિય પરમિટ

નંબર પ્લેટ પર એક પીન હોય છે. જે વાહન સાથે તમને કનેક્ટ કરશે. જો આ પીન તમારા વાહનને પ્લેટ સાથે પકડી લે છે તો બંને તરફથી લોક થઇ જશે અને કોઇથી ખૂલશે નહીં. એટલે કે તમારી નંબર પ્લેટ સાથે કોઇ છેડછાડ પણ નહીં કરી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code