1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 100 કરોડ
ભાવનગર  મ્યુનિ. કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 100 કરોડ

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 100 કરોડ

0
Social Share

ભાવનગરઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ યોજના જાહેર કરી હતી. જેના લીધે છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને 100 કરોડની આવક થઈ હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી મિલકત વેરામાં ચાલી રહેલી રિબેટ યોજનાનો  આજે તારીખ 31મી મેના રોજ અંતિમ દિવસ છે. ત્યારે 60 દિવસમાં રૂપિયા 100 કરોડની વસુલાત કરી  મ્યુનિ. કોર્પોરેશનમાં ઇતિહાસ રચ્યો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષની વસુલાતની સિદ્ધિ જોઈએ તો વર્ષ 2020-21 માં 362 દિવસમાં 100 કરોડની વસુલાત થઈ હતી. વર્ષ 2021-22 માં 270 દિવસમાં, વર્ષ 2022- 23 માં 82 દિવસમાં અને આ વર્ષે માત્ર 60 દિવસમાં 100 કરોડની વસુલાત પૂર્ણ કરી છે. ગત વર્ષ 2022-23 ના પ્રથમ 60 દિવસમાં 1.39 લાખ કરદાતાઓના 90 કરોડ વેરાની વસુલાતની સાપેક્ષમાં ચાલુ વર્ષે પ્રથમ 60 દિવસમાં 1.47 લાખથી વધુ આસામીઓ પાસેથી કુલ 100.23 કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ 8000 જેટલા કરતાઓનો વધારો તથા દસ કરોડનો વેરા વસુલાતમાં વધારો હાંસલ કર્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે ભાવનગર મ્યુનિ.  કોર્પોરેશનના બજેટમાં ઘરવેરા વિભાગને 139 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેની સામે 141 કરોડની વસુલાત કરી 102 ટકાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે આ વર્ષે 192 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે પૈકી માત્ર 60 દિવસમાં જ 100 કરોડની વસુરાત થઈ ગઈ છે. જૂન મહિનામાં શહેરની ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ તેમજ રહેણાકીય મિલકતોમાં માસ જપ્તિની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code