1. Home
  2. Agency
  3. News
  4. રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન
રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

0
Social Share

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે.

આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારની ખાલી થઈ રહેલી રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો એપ્રિલ મહિનામાં અલગ-અલગ તારીખોએ ખાલી થઈ રહી છે. રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, પરંતુ દર બે વર્ષે એક તૃતીયાંશ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે લોકસભાની જેમ રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી, તેથી તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે.

ચૂંટણીનો કાર્યક્રમ

જાહેરનામું બહાર પાડવાની તારીખ: 18 ફેબ્રુઆરી 2026

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 25 ફેબ્રુઆરી 2026

મતદાન અને મતગણતરી: 16 માર્ચ 2026

આ બેઠકો એપ્રિલ 2026 માં સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ખાલી પડી રહી છે. રાજ્યસભાના નિયમ મુજબ, દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલી જ બેઠકો પર નવેસરથી ચૂંટણી યોજાય છે.

આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મહારાષ્ટ્રની 6, તમિલનાડુની 6 અને બિહારની 6 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની 5, આસામની 3, ઓડિશાની 3 અને તેલંગાણાની 3 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે. છત્તીસગઢ અને હરિયાણામાં 2-2 બેઠકો જ્યારે હિમાચલ પ્રદેશમાં 1 બેઠક પર ચૂંટણી યોજાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code