1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય યોગ એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન
ભારતીય યોગ એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન

ભારતીય યોગ એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન

0
Social Share
  • ભારતીય યોગ એસોસિએશન, ગુજરાત ચેપ્ટર આજે તેના પ્રથમ સ્થાપના દિવસની કરશે ઉજવણી
  • આ ઉજવણીના ભાગરૂપે એસોસિએશન દ્વારા “વનનેસ ફોર વેલનેસ” પર યોગીનારનું આયોજન
  • આ યોગીનારનો સમય આજે સાંજે 04.00 થી 5.30 વાગ્યા સુધીનો રહેશે
  • યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબૂક પૃષ્ઠ @Indian Yoga Association Gujarat Chapter પર વેબિનારનું જીવંત પ્રસારણ થશે

અમદાવાદ: ભારતીય યોગ એસોસિએશન (INDIAN YOGA ASSOCIATION), ગુજરાત ચેપ્ટર તેમના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરવા જઇ રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે ભારતીય યોગ એસોસિએશન, ગુજરાત ચેપ્ટર દ્વારા 29 ડિસેમ્બર, 2020ના રોજ સોશિયલમ મીડિયા પ્લેટફોર્મ પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય યોગ એસોસિએશન ગુજરાત ચેપ્ટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વેબિનાર “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ આ સ્થાપના દિવસ ઉજવશે.

આ વેબિનારનો સમય 29 ડિસેમ્બર, 2020 એટલે કે આજે સાંજે 04.00 થી 5.30 વાગ્યા સુધીનો રહેશે.

ભારતીય યોગ એસોસિએશન (INDIAN YOG ASSOCIATION), ગુજરાત ચેપ્ટર તેની યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબૂક પૃષ્ઠ @Indian Yoga Association Gujarat Chapter પર વેબિનારનું જીવંત પ્રસારણ કરશે.

આ યોગીનારના મુખ્ય અતિથિ, માનનીય શ્રી શ્રીપાદ યેસો નાઇકજી, કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિદ્વિ અને હોમિયોપેથી, (આયુષ મંત્રાલય) અને સંરક્ષણ રાજ્યમંત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન, ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ઉત્તર ગોવા મત વિસ્તારમાંથી સંસદ સભ્ય છે. તેઓ આ પ્રસંગની શોભા વધારશે અને ગુજરાતના યોગ શિક્ષકો, શાળાઓ અને સંસ્થાઓમાં એકતા લાવવાની દિશામાં કાર્ય માટે ભારતીય યોગ સંઘ, ગુજરાત ચેપ્ટરની ટીમને આશીર્વાદ અને પ્રોત્સાહિત કરશે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ તેમના આશીર્વાદ અને પ્રેરણા સંદેશ ભારતીય યોગ એસોસિએશનની ગુજરાત ચેપ્ટર ટીમને મોકલ્યો છે અને તેઓ શ્રીની વર્ચુઅલ હાજરી પણ અપેક્ષિત છે.

દેશભરના વિવિધ આમંત્રિત વક્તાઓ અને પ્રખ્યાત યોગ ગુરુઓ આ વેબિનારમાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે અને આપણને તેઓના યોગિક જ્ઞાનથી વિવિધ વિષયો પર વાત કરશે.

વેબિનારમાં આ વક્તાઓનું રહેશે સંબોધન

આમંત્રિત અતિથિ વક્તા પદ્મશ્રી, માનનીય ગુરુજી ડૉ. એચ.આર. નાગેન્દ્ર જી, સ્થાપક અને કુલપતિ –(SVYASA) સ્વામિ વિવેકાનંદ યોગા અનુસંધાન સંસ્થાન, બેંગ્લુરુ, અને એક્ઝિક્યુટિવ કમિટી અને ઇન્ડિયન યોગા એસોસિએશન અને ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય, સ્વસ્થતા માટે, વનનેસ ફોર વેલનેસ, વિવિધતામાં એકતાના મહત્વ પર વેબિનારને સંબોધન કરશે.

કમલેશભાઇ પટેલ, જેઓ “દાજી” ના ઉપનામથી જાણીતા, સ્પિરિચુઅલ લીડર ઑફ હાર્ટફુલનેસ અને આઇવાયએની ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય, વેબિનારમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી વિષય પર પ્રકાશ પાડશે.

ભારતીય યોગ સંઘના મહાસચિવ શ્રી ઓ.પી.તિવારી જી, ગવર્નિંગ કાઉન્સિલ અને કૈવલ્યધામ યોગ સંસ્થા, આજે આવનારા સમયમાં પરંપરાગત યોગના મહત્વની જાણકારી આપશે.

શ્રી બાલાજી વિદ્યાપીઠના નિયામક, ભારતીય શાસ્ત્રીય ગાયક અને યોગાચાર્ય ડૉ. શ્રી આનંદ બાલયોગી ભવનાણી યોગિક અભ્યાસ દ્વારા સેલ્યુલર હાર્મની થ્રુ સાયકોસોમેટીક મિકેનિઝમ્સ પર સંબોધન કરશે.

ભારતીય યોગ સંઘના ઉપપ્રમુખ અને કૈવલ્યધામ – લોનાવાલાના સીઇઓ શ્રી સુબોધ તિવારી જી આઇવાયએના વિઝન અને મિશન પર વાત કરશે.

આઇવાયએ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ આચાર્ય બિરજુ મહારાજ આ કાર્યક્રમની શરૂઆત કરશે, મહેમાનોનું સ્વાગત કરશે અને “સુખાકારી માટે એકતા”ના મહત્વ વિશે વાત કરશે.

નોંધનીય છે કે, ભારતીય યોગ સંઘ, ગુજરાત ચેપ્ટર “વસુધૈવ કુટુંબકમ્” નો મુખ્ય ધ્યેય ધરાવતું એક મંચ છે જ્યાં ભારતીય પરંપરાના તમામ યોગીઓ તેમજ યોગ સંસ્થાઓ સંગઠિત થાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code