1. Home
  2. ગુજરાતી
  3. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે તો આ રીતે જાતે જ કરો ઑનલાઇન બેકલોગ
ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે તો આ રીતે જાતે જ કરો ઑનલાઇન બેકલોગ

ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે તો આ રીતે જાતે જ કરો ઑનલાઇન બેકલોગ

0
Social Share
  • ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે છે ?
  • તો તમે અહીંયા આપેલી પ્રક્રિયાથી ઑનલાઇન બેકલોગ કરી શકો છો
  • અહીંયા આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા વાંચો

ગાંધીનગર; વાહનચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન રિન્યૂ કરી શકે છે અને ડુપ્લિકેટ લાઇસન્સ પણ મેળવી શકે છે. જો કે ઓનલાઇન પ્રક્રિયા કરવામાં કોઇ એરર આવી રહી છે તો સૌથી પહેલા તમારું લાઇસન્સ કર્યાં વર્ષમાં બનાવવામાં આવી રહ્યું છે તે તપાસી લો. જો તમારું લાઇસન્સ વર્ષ 2010ના વર્ષ પહેલાનું છે તો તમારે પહેલા બેકલોગની પ્રક્રિયા કરવી પડશે નહીં તો લાઇસન્સની પ્રક્રિયા દરમિયાન એરર આવશે.

આ પાછળનું કારણ એવું છે કે વર્ષ 2010 પહેલાનો ડેટા આરટીઓમાં ઓનલાઇન થયો નથી. એટલે કે તમારે બેકલોગ કરાવવું પડશે. બેકલોગ કરાવવા માટે જે તે વ્યક્તિએ પહેલા આરટીઓ કચેરી ખાતે જવું પડતું હતું. હવે બેકલોગ પણ તમે ઘરે બેઠા જ કરી શકો છો. આ માટે તમારે ચોક્કસ પ્રક્રિયા કરવી પડશે.

આ માટે અરજદારે બેકલોગની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જૂના લાઇસન્સની સ્કેન કોપી કરી લેવી પડશે. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.

ડ્રાઇવિંગ લાઇસન્સનું ઑનલાઈન સેલ્ફ બૅકલોગ કરવાની પ્રક્રિયા:

Parivahan.gov.in વેબસાઈટ પર જાઓ.

ત્યાર બાદ online services (સિલેક્ટ કરવું)

Driving license related services

Select state

Apply online

Service on driving licence

Click on continue

Enter dl no and date of birth

Get dl ( driving licence) details

Fill up backlog form

Submit

Submit બાદ અરજદારોનો ડેટા આરટીઓમાં ઓનલાઈન થઈ જશે. ત્યાર બાદ લાઇસન્સન લગતી તમામ પ્રક્રિયા સરળતાથી ઓનલાઈન જ કરી શકાશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code