1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનમાં દરજી હત્યાકાંડ મામલે SIT કરશે તપાસ-  ઈન્ટરનેટ સેવા ઠપ, તમામ જીલ્લામાં 144 લાગૂ
રાજસ્થાનમાં દરજી હત્યાકાંડ મામલે SIT કરશે તપાસ-  ઈન્ટરનેટ સેવા ઠપ, તમામ જીલ્લામાં 144 લાગૂ

રાજસ્થાનમાં દરજી હત્યાકાંડ મામલે SIT કરશે તપાસ-  ઈન્ટરનેટ સેવા ઠપ, તમામ જીલ્લામાં 144 લાગૂ

0
Social Share
  • રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બેન
  • તમામ જીલ્લામાં ઘારા 144 લાગૂ કરાઈ
  • ટેલર હત્યાકાંડ મામલે હવે એસઆઈટી કરશે તપાસ

ઉદયપુરઃ-  રાજસ્થાનના ઉદયપુરમાં કપડા સીવતાદરજી કન્હૈયા લાલ સાહુની બાદ સમગ્ર રાજ્યમાં તણાવનો માહોલ છે. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 

આ સાથે જ ઉદયપુરની ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે ઘટનાને લઈને તણાવપૂર્ણ સ્થિતિને કરાબૂમાં લેવા પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજસ્થાનમાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.આ સાથએ જ દરેક જીલ્લામાં ઘારા 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.

મુખ્ય સચિવે તમામ વિભાગીય કમિશનરોને આદેશ આપ્યો છે કે તેઓ મોબાઈલ અને અન્ય માધ્યમો દ્વારા ઉદયપુરની ઘટનાનો વિડિયો પ્રસારિત થતો અટકાવે, તેમજ વિડિયો પ્રસારિત કરનારા લોકો સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તે સુનિશ્ચિત કરે.

હુમલાની ઘટનાને આતંકી દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે

તપાસ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે કન્હૈયાલાલની હત્યા આતંકવાદી હુમલાની ભીતી  છે. હત્યાનો લાઈવ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. જેમાં બંને આરોપીઓ દાવો કરી રહ્યા છે કે ઇસ્લામનું અપમાન કરવાના બદલામાં દરજીએ કન્હૈલાલની હત્યા કરી છે. આ સાથે તેણે એક વીડિયો જાહેર કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી પણ આપી છે. આ તમામ કારણોસર આ હત્યાને આતંકવાદી હુમલાના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે.

શું હતી ઘટના જાણો

હત્યાનો મામલો શહેરના ધનમંડી વિસ્તારના ભૂત મહેલ પાસેનો છે. અહીં રહેતા કન્હૈયાલાલ દરજીકામ કરે છે અને પોતાની દુકાન ચલાવે છે. મંગળવારે બે મુસ્લિમ યુવકો કાપડની માપણી આપવાના બહાને દરજીની દુકાને પહોંચ્યા અને તેમના પર હુમલો કરવા લાગ્યા. ઝડપી હુમલાઓએ કોઈ પણ તક આપી ન હતી તેમની ગરદન કાપીને હત્યા કરાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હુમલામાં દુકાન પર કામ કરતા તેમના સાથીદાર ઈશ્વરસિંહને પણ ગંભીર ઈજા થઈ હતી. શહેરની એમબી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ ઘટનાને લઈને રાજસ્થાન તંત્ર એલકર્ટ બન્યું છે

આ સાથે જ કડક ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ આ કેસ તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટના બાદ કોમી તંગદિલી સર્જાતા ઉદયપુર શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હુમલાખોરોએ નૂપુર શર્માનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો જેમને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code