1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે
સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

0
Social Share

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની મચએવેટેડ ફિલ્મ ‘લાહોર 1947’ માટે લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જોડે જોડાયેલ નવા અપડેટ રોજ સામે આવી રહ્યા છે. હવે મેકર્સએ ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે.

બોલિવૂડ એક્ટર અભિમન્યુ સિંહ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નઝર આવશે. આ વાત કરતાં, ફિલ્મ ડાઈરેક્ટર રાજકુમાર સંતોષીએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વિલનના કિરદાર વિશે વિચારીએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા નામ આવે છે અમરેશ જી અને ડેની જી. પણ આગળ જોવું પડે કે સામેથી કોણ ચાર્જ લે છે.

અભિમન્યુ સિંહને શામેલ કર્યા છે, જે લાહોર 1947માં ખલનાયક રીતે મજબૂત અને મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. તેમનો અવાજ અને તેમનો દ્રઢ વિશ્વાસ બેજોડ છે. તે અમારી ઈન્ડ્રસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે.

• આ ફિલ્મોમાં નઝર આવી ચુક્યા છે અભિમન્યુ
અભિમન્યુ સિંહે હિન્દી સિવાય તેલુગુ અને તમિલ ભાષામાં કામ કર્યું છે. તેમણે પોતાની ભૂમિકાઓથી દર્શકોને ઈમ્પ્રેસ કર્યા છે. તેમણે લક્ષ્ય, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા, રામ લીલા જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં પોતાના કામથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે.

‘લાહોર 1947ની વાત કરીએ તો આ ફિલ્મને અમિર ખાન તેમના પ્રોડક્શન બૈનર હેઠળ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ જિંટાની જોડી જોવા મળશે. જ્યારે ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિને ડાઈરેક્ટ કરવા ખૂબ એક્સાઈટેડ છે. તેમને કહ્યું લાંબા સમય પછી પ્રીતિ જિંટા સિલ્વર ક્ક્રિન પર પાછી આવી છે. તે લાહોર 1947માં એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code