રેસીપી,24 સપ્ટેમ્બર 2026: સુરતનું સ્ટ્રીટ ફૂડ આખા વિશ્વમાં તેની અનોખી ફ્લેવર્સ અને રીચ ટેસ્ટ માટે પ્રખ્યાત છે. જો તમને ચીઝી અને મસાલેદાર વાનગીઓ પસંદ હોય, તો સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો તમારા માટે જ છે! બટર, તાજા મસાલા, પાલક, વિપુલ પ્રમાણમાં પનીર અને ઓગળેલા ચીઝના અદભુત મિશ્રણથી બનતી આ વાનગી પાવ સાથે એકદમ લાજવાબ લાગે છે.
દાબડા પાવ કે શેકેલા પાવ સાથે પીરસાતો આ ગરમ ગરમ ગોટાળો તમે ઘરે જ રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ સ્ટાઇલ જેવા સ્વાદ સાથે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો રેસીપી
સામગ્રી
2 ચમચી બટર
3 ડુંગળી બારીક સમારેલી
1 ચમચી લસણ સમારયુક્ત
4 ટામેટાં બારીક સમારેલા
1 કપ બારીક સમારેલો પાલક
200 ગ્રામ પનીર
400 ગ્રામી ચીઝ
કોથમીર અને લીલું લસણ ગાર્નિશ માટે
સુરતી સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત
એક કઢાઈ કે મોટા તવા પર બટર ગરમ કરો. બટર ઓગળે એટલે તેમાં બારીક સમારેલું લસણ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને તે આછો ગુલાબી કલર ધરાવે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ બારીક સમારેલા ટામેટાં ઉમેરો અને ટામેટાં એકદમ નરમ થાય ત્યાં સુધી ચડવા દો.
ટામેટાં ગળી જાય એટલે તેમાં બારીક સમારેલો પાલક ઉમેરો અને 3 મિનિટ માટે બરાબર સાંતળી લો.
મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, પાવભાજી મસાલો કે ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલા શેકાય એટલે મિશ્રણને તવેથા કે મેશર વડે થોડું મેશ લો જેથી એકસરખી ગ્રેવી બની જાય.
હવે તૈયાર ગ્રેવીમાં 200 ગ્રામ છીણેલું પનીર અને 200 ગ્રામ છીણેલું ચીઝ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ચીઝ અને પનીર ગ્રેવીમાં ઓગળીને ભળી જાય ત્યાં સુધી 2 મિનિટ ધીમા તાપે પકાવો.
ગૅસ બંધ કરી ઉપરથી બાકીનું 200 ગ્રામ છીણેલું ચીઝ, તાજી સમારેલી કોથમીર અને લીલું લસણ છાંટીને ગાર્નિશ કરો.


