1. Home
  2. ગુજરાતી
  3. સુહાના ખાનની શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ –સુહાનામાં જોવા મળી રહી છે કિંગખાનની ઝલક
સુહાના ખાનની શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ –સુહાનામાં જોવા મળી રહી છે કિંગખાનની ઝલક

સુહાના ખાનની શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ –સુહાનામાં જોવા મળી રહી છે કિંગખાનની ઝલક

0
Social Share

બૉલિવૂડના કિંગ શાહરુખાનની પુત્રી સુહાના ખાનની બૉલિવૂડ ડેબ્યુમાં હજુ ઘણો સમય છે,સુહાના ખાન શરુઆતથી જ ચર્ચામાં રહી છે, કારણે કે તે કિંગખાનની ખુબસુરત ડોટર છે,તેના શાનદાર લૂકને લઈને તે હંમેશા મીડિયાની ખબરોમાં ચમકતી રહે છે,

જ્યારથી સુહાના ખાન વોગ મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે ત્યારથી તેના ચાહકો તેને ફિલ્મમાં જોવા માટેનો ઈંતઝાર કરી રહ્યા છે.સુહાના ખાનની અપકમિંગ શોર્ટ ફિલ્મ ઘ ગ્રેટ પોર્ટ ઓફ બ્લૂનું ટીઝર રિલીઝ થયું છે, આ ટીઝરમાં સુહાના શાનદાર લુકમાં જોવા મળી છે.

આ ટીઝરથી તેના પ્રસંશકો ખુબજ પ્રભાવિત થયા છે,એટલું જ નહી કેટલાક ફ્રેન્સે તો તેના લૂકની સરખામણી તેના પિતા શાહરુખ ખાન સાથે કરી છે,આ વીડિયો ક્લીપમાં સુહાના ગ્લેમરસ અવતારમાં જોવા મળી છે,તે પોતાના મિત્ર અને સહકલાકાર રૉબિનના સાથે જોવા મળશે,આ ફિલ્મમાં કોઈ ડાયલોગ નથી,સુહાનાની માત્ર એક્ટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝીકે લોકોને ઈમ્પ્રેસ કર્યા છે.

આ શોર્ટ ફિલ્મ ટીઝરના સુહાનાના લુકથી લાગી રહ્યું છે કે,આ ફિલ્મનું ટીઝર ખુબ જ રોમેન્ટીક છે,એક પ્રસંશકે લખ્યું કે,સુહાના તેના પિતા શાહરુખ ખાનની જેમ અભિનય કરવા માટે જ જન્મી છે,

એક જુના ઈન્ટર્વ્યૂમાં શાહરુખ ખાને ખુલાસો કર્યો છે કે, “સુહાનાના ડેબ્યૂ માટે હજુ સમય છે, કારણ કે હજુ તેનો અભ્યાસ બાકી છે,અને તેમણે પણ હજુ ચાર-પાંચ વર્ષ કામ કરવાનું છે,આવું દરેકે કરવું પડે છે,હું કોઈને જણાવી રહ્યો હતો કે, જો કોઈ ડોક્ટરનું બાળક શિખ્યા વગર ડોક્ટર ન બની શકે, તો એક અભિનેતાના બાળક પાસે તમે કઈ રીતે આશા રાખી શકો છો,તેણે પહેલા અભિનય કરતા શિખવું પડે,આર્યન અને સુહાના તે ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યા તેઓને અભિનય શિખવાડવામાં આવી રહ્યો છે,જેનાથી તેમને તેમની અંદર રહેલી સ્કીલને બહાર લાવવામાં મદદ મળશે”, આ ટીઝર તમને ઈન્સ્ટાગ્રામ કુન્ટ પર જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code