અમદાવાદ, 20 ઓગસ્ટ 2026 – આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા ARO જામનગર વિસ્તારના 13 જિલ્લા અને 01 કેન્દ્રશાસિત પ્રદેશ (જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ)ના ઉમેદવારો માટે 03 સપ્ટેમ્બર 2026થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરતી રેલીનું સમયપત્રક નીચે મુજબ છેઃ
| 1 | 03 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | સુરેન્દ્રનગર | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 2 | 04 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | પાટણ, રાજકોટ અને અમરેલી | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 3 | 05 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | બોટાદ, જામનગર અને જૂનાગઢ | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 4 | 06 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | કચ્છ અને ગીર સોમનાથ | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 5 | 07 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના 03 તાલુકા (ભાવનગર, ગારિયાધાર અને ઘોઘા) | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 6 | 08 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના 03 તાલુકા (ભાવનગર, ગારિયાધાર અને ઘોઘા) | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| 7 | 09 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | મોરબી અને ભાવનગરના 04 તાલુકા (મહવા, તળાજા, ઉમરાળા અને વલ્લભીપુર) | અગ્નિવીર જનરલ ડ્યુટી | |
| જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) | અગ્નિવીર ટેકનિકલ | |||
| 8 | 10 સપ્ટેમ્બર 2026 (00:15 કલાકે) | જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) | અગ્નિવીર ટ્રેડ્સમેન 8 પાસ | |
| અગ્નિવીર ટ્રેડ્સમેન 10 પાસ | ||||
| 9 | 11 સપ્ટેમ્બર 2026 | બાકી રહેલા ઉમેદવારોનું મેડિકલ | ||
કેવી રહેશે પ્રક્રિયા?
અગ્નિવીર ક્લાર્ક/SKT ઉમેદવારો 12 ઓક્ટોબર 2026ના રોજ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિસાપુર, જિલ્લો – ચંદ્રપુર, મહારાષ્ટ્ર ખાતે ARO નાગપુરના નેજા હેઠળ ભરતી રેલીમાં ભાગ લેશે. આ ભરતી રેલી માટેના એડમિટ કાર્ડ તમામ શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને 10 ઓગસ્ટ 2026ના રોજ તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ સરનામા પર મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ રેલી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તેમના યુઝરનેમ અને પાસવર્ડ સાથે જોઈન ઇન્ડિયન આર્મી વેબસાઇટ www.joinindianarmy.nic.in પર લોગિન કરવાનું રહેશે. જે ઉમેદવારને રેલી એડમિટ કાર્ડ મળ્યું નથી તે 25 ઓગસ્ટ 2026 પહેલાં આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગરનો સંપર્ક કરી શકે છે. કોઈપણ પ્રશ્ન માટે કૃપા કરીને આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગરનો 0288-2550346 / 8866976188 ઉપર સંપર્ક કરવો.


