Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકા રશિયન તેલ અને કુદરતી ગેસના ટોચના પાંચ આયાતકારો પર 100 ટકા...

અમેરિકા રશિયન તેલ અને કુદરતી ગેસના ટોચના પાંચ આયાતકારો પર 100 ટકા ટેરિફ નાખશે

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયન અધિકારીઓ અને દેશની અર્થવ્યવસ્થાને નિશાન બનાવીને વ્યાપક પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવા માટે નાણાકીય સંસાધનોની વધુ જરૂર છે.

આ બિલનું નામ સાઉથ કેરોલિનાના દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૨૬૨ ધારાસભ્યોએ આ બિલની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 159 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું. બિલ પસાર થયા બાદ, હવે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની સહી માટે મોકલવામાં આવ્યું છે.

આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પુનરાગમન બાદ યુક્રેનને સમર્થન આપવાના સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી આ બિલ પસાર કરાવવા માટે સતત પ્રયત્નશીલ હતા અને ગયા મહિને તે પસાર થયું તે પહેલાં તેમણે સેનેટરોને સીધી અપીલ પણ કરી હતી.

આ ખરડો રશિયાની ઊર્જા પુરવઠા પ્રણાલી પર પ્રતિબંધો લાદે છે અને ટ્રમ્પને રશિયન તેલ અને કુદરતી ગેસના ટોચના પાંચ આયાતકારો પર 100 ટકા સુધીની જકાત (ટેરિફ) લાદવાની સત્તા આપે છે.

વધુ વાંચો: પાકિસ્તાનમાં આતંકવાદીઓને આશ્રયના મુદ્દે ભારતે વ્યક્ત કરી સખત નારાજગી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular