Homerevoinewsમાંજલપુર વિધાનભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત બાદ મુખ્ય પ્રવકતા ડૉ.અનિલભાઇ પટેલે...

માંજલપુર વિધાનભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત બાદ મુખ્ય પ્રવકતા ડૉ.અનિલભાઇ પટેલે શું કહ્યું

ગાંધીનગર, 3 ઓગસ્ટ, 2026 –  વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે ભાજપના સતિષભાઈ પટેલ જંગી બહુમતીથી વિજેતા થયા હતા. આ પરિણામ બાદ ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે માંજલપુરના મતદારો તેમજ ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

એક વીડિયો સંદેશમાં ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું કે,

* વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સ્થાનિક રીતે કામ કરતા તમામ કાર્યકર્તાઓના પરિશ્રમનું આ પરિણામ છે, એટલા માટે તેમને અભિનંદન પાઠવું છું.
* પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે તેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં તેમની પાસે પોલિંગ એજન્ટ બેસાડવાની વ્યવસ્થા નથી. કેટલાક બૂથની બહાર તેઓ ટેબલ નાખીને કાર્યકર્તાઓને પણ બેસાડી શક્યા ન હતા.
* કોંગ્રેસ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂંસાતી જાય છે, તેનું આ પરિણામ છે.કોંગ્રેસના નેતા રાહુલજી અને અન્ય લોકોનું જે રીતે સંસદમાં વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ તેમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિકાસની રાજનીતિને હંમેશાં સમર્થન આપતા હોય છે.
* કુલ મળીને કોંગ્રેસે આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઓછામાં ઓછું મતદાન થાય, જેથી તેમની દર વખતે જે નાલેશીભરી હાર થાય છે તે હાર ઓછી થાય. એટલા માટે તેમણે આખો દિવસ હલ્લાબોલ કરી ઘર્ષણ કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના હથકંડા કરીને રોક્યા.
* કોંગ્રેસને મતદાન ઓછું થાય તેમાં રસ હતો.
* માંજલપુરની બેઠક પર કુલ મળીને સ્વ. યોગેશભાઈ પટેલની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં તેમની કામગીરીની સુવાસને કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભાજપનો વિજય થયો છે.
* આ ચૂંટણીમાં બીજો સંદેશ એ પણ છે કે, “કભી સાથી, કભી તલાક”ની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળી લડતા હતા, એટલે કે આપ પાર્ટીનો ઉમેદવાર આ બેઠક પર લડતો ન હતો, છતાં પણ ભાજપ પેટા ચૂંટણીમાં સારી લીડથી જીતી છે.
* ફરી એક વખત બધા લોકોને અભિનંદન પાઠવું છું. કુલ મળીને થયેલા કુલ મતદાનના લગભગ 68 થી 70 ટકા મત ભાજપને મળ્યા છે અને દર વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે.

સંબંધિત લેખો

Most Popular