1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ ટૂંક સમયમાં પોલ ફીચરને કરશે રોલઆઉટ
વોટ્સએપ ટૂંક સમયમાં પોલ ફીચરને કરશે રોલઆઉટ

વોટ્સએપ ટૂંક સમયમાં પોલ ફીચરને કરશે રોલઆઉટ

0
Social Share
  • વોટ્સએપમાં ઉમેરાશે નવું ફીચર
  • ગ્રુપ ચેટમાં લાવી રહ્યું છે એક નવું પોલ ફીચર
  • જાણો કેવી રીતે કામ કરશે

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે હવે તે ફરીવાર એવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.જે વોટ્સએપ યુઝર્સ માટે ગ્રુપમાં અન્ય યુઝર્સ સાથે તેમના વિચારો શેર કરવાનું સરળ બનાવશે. કંપની ટૂંક સમયમાં ગ્રુપ ચેટ્સ માટે પોલ ફીચર અપડેટ કરી શકે છે. અગાઉ એવું પણ કહેવામાં આવ્યું હતું કે,કંપની પોલ ફીચર પર કામ કરી રહી છે.

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, એપ ‘ગ્રુપ પોલ્સ’ ફીચર પર કામ કરી રહી છે જે WhatsApp યુઝર્સને ઇન-એપ પોલ બનાવવા અને ગ્રુપ ચેટ્સમાં શેર કરવા સક્ષમ બનાવશે.બ્લોગ સાઇટે આ સુવિધાની એક તસવીર શેર કરી છે.આગામી ફીચરનું ઈન્ટરફેસ સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે.નવા ફીચર સાથે ગ્રુપ ચેટમાં એક પોલ મેસેજ તરીકે દેખાશે. એક પોલમાં ગ્રુપના મેમ્બર્સ માટે પસંદગી માટે ઘણા વિકલ્પો હશે. મેસેજના અંતમાં ‘વોટ’ બટન પણ હશે જે યુઝર્સને તેમનો વોટ આપવા દેશે.

આ સિવાય, રિપોર્ટમાં જણાવાયું છે કે,પોલમાં તમામ વિકલ્પો અને યુઝર્સના જવાબો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.આનો અર્થ એ છે કે કોઈ પણ ગ્રુપના સભ્યો અને ન તો વોટ્સએપ યુઝર્સ રિસ્પોન્સની તપાસ કરી શકશે.વોટ્સએપનું આગામી ગ્રુપ પોલ ફીચર હજુ ડેવલપમેન્ટમાં છે અને તે આવનારા થોડા દિવસોમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. ફીચરનું પરીક્ષણ તેના એન્ડ્રોઇડ અને iOS આધારિત એપ્સના બીટા યુઝર્સ સાથે કરવામાં આવશે.

આ સાથે જ, મેટા-માલિકીની મેસેજિંગ એપ્લિકેશન પણ તેના પ્લેટફોર્મ પર એક નવી સુવિધા લાવવા પર કામ કરી રહી છે જે સમગ્ર વિશ્વમાં WhatsApp વપરાશકર્તાઓને તેમની પસંદગીની ભાષામાં મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.બ્લોગ સાઈટનું કહેવું છે કે,કંપની ‘એપ લેંગ્વેજ’ નામના ફીચર પર કામ કરી રહી છે અને આ ફીચર દુનિયાભરના એવા યુઝર્સ માટે ઉપલબ્ધ છે જેઓ એપના એન્ડ્રોઈડ વર્ઝન 2.22.9.13 માટે WhatsApp બીટાનો ઉપયોગ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, નવી એપ્લિકેશન સેટિંગ્સ મેનૂના ભાષા વિભાગમાં દેખાશે અને વપરાશકર્તાઓને આફ્રિકન્સ, ઉર્દૂ અને અઝરબાયકન સહિત ઘણી ભાષાઓની ઍક્સેસ આપશ. આ સુવિધા ભારતમાં કેટલાક વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે,WhatsApp તેના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર્સ ઉમેરતું રહે છે, જે એપને વધુ એડવાન્સ અને યુનિક બનાવે છે.તાજેતરમાં, કંપનીએ કોમ્યુનિટી નામનું એક નવું ફીચર ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code