
કાર માર્કેટ સતત સારી ગતિએ વધી રહ્યું છે. તમે આવતા થોડા દિવસોમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે પેટ્રોલ અને હાઇબ્રિડ કાર વચ્ચેના અંતર વિશે જાણવું જોઈએ. એકવાર ખોટી કાર ખરીદો છો, પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
• પેટ્રોલ અને હાઈબ્રિડ કારમાં અંતર
પેટ્રોલ અને હાઈબ્રિડ કારમાં મોટુ અંતર જોવા મળતુ નથી. પેટ્રોલ અને હાઈબ્રિડ કાર બહાર અને અંદરની બાજુએ લગભગ સમાન હોય છે. પણ બંન્ને કારના એન્જિનમાં મોટો ફર્ક હોય છે.
• પેટ્રોલ કારની જાણકારી
દેશના કાર માર્કેટમાં પેટ્રોલ કારોની ભરમાર છે. પેટ્રોલ કારને હાઇબ્રિડ કાર સાથે સરખાવીએ તો પેટ્રોલ કાર સસ્તી છે. સિવાય માર્કેટમાં વધારે પેટ્રોલ કારની હાજરીને કારણે તેમની સર્વિસ અને મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે. આ કારણે ઘણા લોકો પેટ્રોલ કારને પ્રાથમિકતા આપે છે. પેટ્રોલ એન્જિનવાળી કારને વધુ તાકાત અને વધુ ટોર્ક મળે છે. ચાલકને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સારો અનુભવ મળે છે.
પેટ્રોલ કારના ગેરફાયદા, પેટ્રોલ કાર હાઇબ્રિડ કાર કરતાં ઓછી માઇલેજ આપે છે. પેટ્રોલ કાર પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે.
• હાઈબ્રિડ કારની જાણકારી
હાઇબ્રિડ કારમાં ઇલેક્ટ્રિક મોટરની સાથે એન્જિન પણ ઉપલબ્ધ છે. હાઈબ્રિડ કાર પેટ્રોલ કાર કરતાં વધુ માઈલેજ આપે છે. હાઇબ્રિડ કારમાં બે પ્રકારના ઓપ્શન છે, એટલા માટે આ કાર ચલાવવાનો ખર્ચ ઓછો છે. હાઇબ્રિડ કાર પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે.
હાઇબ્રિડ કારના ગેરફાયદા, હાલમાં દેશમાં આ કારોની કિંમતો ઘણી વધારે છે. આ કારણે તેમનું વેચાણ ઘણું ઓછું છે. સાથે, હાઇબ્રિડ કારની જાળવણી અને સેવા પર વધુ ખર્ચ થાય છે, કારણ કે તેમાં ઇલેક્ટ્રિક મોટર અને પેટ્રોલ એન્જિનના રૂપમાં બે વિકલ્પો છે.