1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 9395 કેસ નોંધાયા, અમદાવાદમાં 3582 કેસ, રાજ્યમાં 30 નાં મોત
ગુજરાતમાં કોરોનાના 9395  કેસ નોંધાયા, અમદાવાદમાં 3582 કેસ, રાજ્યમાં 30 નાં મોત

ગુજરાતમાં કોરોનાના 9395 કેસ નોંધાયા, અમદાવાદમાં 3582 કેસ, રાજ્યમાં 30 નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે રવિવારે ઘટાડો નોંધાયો હતો.   આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 9395   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3582 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 30 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1, સુરત શહેર -3 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં- 1, અને  તેમજ મહેસાણા-1, ગાંધીનગર જિલ્લા-1  જામનગર શહેર-1 અને જિલ્લા-1 મોરબી-1,  ભરૂચ-3, સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 88,117 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,76,86,839 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 91.18 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ મૃત્યુનો દર વધ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે શનિવારે રાજ્યમાં કોરોનાના 11794  કેસ નોંધાયા હતા. આજે રવિવારે 9395 કેસ નોંધાતા 2399 કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે શનિવારે 3990 કેસ નોંધાયા હતા. જ્યારે આજે રવિવારે 3582  કેસ નોંધાતા 408 કેસનો ઘટાડો થયો છે.  રાજ્યમાં આજે 16066 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 91320 છે. જેમાં વેન્ટીલેટર પર 278 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 91042 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 9395  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3582 કેસ, સુરત શહેરમાં 398 કેસ, વડોદરા શહેરમાં 1598  કેસ, આણંદમાં 122  કેસ, કચ્છમાં 153 કેસ, રાજકોટ શહેરમાં 522 કેસ, ખેડામાં 125, કેસ  ભરૂચમાં 46  કેસ, અમદાવાદ જિલ્લામાં 71  કેસ, ગાંધીનગર શહેરમાં 304 કેસ, અને જિલ્લામાં 171, રાજકોટ જિલ્લામાં 251 કેસ, ભાવનગર શહેરમાં 125 કેસ અને જિલ્લામાં 23 કેસ, જામનગર શહેરમાં 35 કેસ, તેમજ સાબરકાંઠામાં 67 અને બનાસકાંઠામાં 99 કેસ, પાટણમાં 276, અને સુરેન્દ્રનગરમાં 48 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  30નાં મોત નિપજ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code