1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ
દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ સ્થિતિ ઉભી થઈ છે. દાદરાનગર હવેલી બેઠક પર  ભાજપે અહી પક્ષના નેતા મહેશ ગામીતને ઉતાર્યા છે તો શિવસેનાએ આ બેઠકના પુર્વ સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના ધર્મપત્ની કલાબેન ડેલકરને ટિકીટ આપી છે.  જ્યારે કોંગ્રેસ પક્ષે મહેશકુમાર ઘોડીને ટિકીટ આપી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવવામાં માહેર છે. અને તેમણે પેઈજ પ્રમુખો બનાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી. એટલે આ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ   શિવસેનાએ  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા પેટાચૂંટણીમાં આ જંગને મહારાષ્ટ્ર બહારનો ભાજપ સામેનો પ્રથમ પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે અને અહી શિવસેનાના વડા તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુદ પ્રચારમાં આવશે તો ભાજપ તરફથી સી.આર.પાટીલ દિવ પહોંચી ગયા છે અને તેઓએ પુર્વ મંત્રી ગણપત વસાવા તથા શંકર ચૌધરી ઉપરાંત હાલના મંત્રી જીતુ ચૌધરી, નરેશ પટેલને આ મતક્ષેત્રમાં કેમ્પ કરાવ્યો છે. શિવસેના ડેલકર ફેમીલીની લોકપ્રિયતા અને ત્રણ વખત આ બેઠક જીતી હતી તો કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ચૂંટણીમાં ડીપોઝીટ પણ ગુમાવી હતી. જયારે ભાજપને મોહનભાઈ ડેલકરે પરાજીત કર્યા હતા તથા હવે પછી તા.૩૦ના રોજ મતદાન અને તા.૨જી નવેમ્બરે પરિણામ જાહેર થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code