Homeગુજરાતીદિલ્હીના એક નિર્માણાઘીન ગોડાઉનની દિવાલ ઘરાશયી થવાની ઘટના - અત્યાર સુધી 6ના...

દિલ્હીના એક નિર્માણાઘીન ગોડાઉનની દિવાલ ઘરાશયી થવાની ઘટના – અત્યાર સુધી 6ના મોત- PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

  • દિલ્હીના એક ગોદાઉનમાં દિવાલ ઘરાશયી
  • અત્યાર સુધી 6ના મોત
  • ઘટનાને લઈને PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

દિલ્હીઃ- તાજેતરમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ એ નુકશાન થઈ રહ્યું છે,ભેખડ ઘસી આવવાથી લઈને મકાનો -દુકાનોની દિવાસ ઘરાષયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે દિલ્હીના અલીપુરમાં દિવાસ પડી જવાની ઘટના બની છે.

 પ્રાપ્ત જાણકારી પ્રમાણે અલીપોર વિસ્તારમાં એક નિર્માણાધીન ગોડાઉનની દિવાલ  આજરોજ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જો કે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ સ્થળ પર 25થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.

આ ઘટનાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય એ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

જો કે હાલ પણ ઘટના સ્થળે લોકોની શોધખોળ શરુ છે કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે,મોતનો આંકડો વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular