1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર
દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર

દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને લોકો 5જી સેવાના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે, તેમની આતુરતાનો ઝડપથી જ અંત આવશે. કોમ્પ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવએ 5જી સેવાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. તેમણે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડસને 5જી સેવા લોન્ચની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી છે.

તેમણે કહ્યું હતું કે, સ્પેક્ટ્રમ અસાઈનમેન્ટ લેટર જાહેર કરી દેવામાં આવ્યાં છે. એરટેલ આ મહિનાના અંત સુધીમાં 5જી સેવાનો પ્રારંભ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ટેલીકોમ કંપનીઓને 5જી સ્પેક્ટ્રમ વિતરણ માટે ઈએમડીનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.

ભારતીય એરટેલએ રૂ. 8312 કરોડ રૂપિયાની ચુકવણી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને કર્યું છે. જ્યારે જીઓએ રૂ. 7864 કરોડનું ચુકવણી કરી છે. જ્યારે વોડાફોન-આઈડિયાએ રૂ. 1679 કરોડ અને અદાણી ડેટા નેટવર્ક્સએ રૂ. 18 કરોડની રકમ ચુકવી છે. ભારતમાં ઝડપથી 5જી સેવાનો પ્રારંભ થઈ જશે. એરટેલ દ્વારા 5જી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ઈરીક્શન, નોકિયા અને સેમસંગ સાથે કરાર કર્યાં છે. કંપનીએ સ્પેક્ટ્રમ હરાજીમાં 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz અને 26 GHz ની ફિકવેન્શી પર બોલી લગાવી હતી.

જીઓએ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz ફિકવેન્સી ઉપર બોલી લગાવી હતી. સ્પેટ્રકમ હરાજીમાં જીઓ સૌથી મોટી કંપની રહી છે. કંપનીએ રૂ. 88,078 કરોડની બોલી લગાવી હતી. કંપનીએ 1000 શહેરમાં 5જી નેટવર્કનું પ્લાનિંગ કરાયું છે. જીઓ પણ ઝડપથી 5જી સેવાનો શુભારંભ કરે તેવી શકયતા છે. જ્યારે વોડાફોન-આઈડિયાએ 5જી સર્વિસ લોન્ચની તારીખ હજુ જાહેર કરી નથી.

દૂરસંચાર વિભાગે જણાવ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમ પર આધારિત સેવાઓ શરૂ થવામાં 4જીની સરખામણીએ 10 ગણી ઝડપ વધારે રહેશે. ડાઉનલોડીંગ સ્પીડ જ નહીં પરંતુ સ્પેક્ટ્રમની સક્ષમતા પણ લગભગ 3 ગણી વધી જશે.

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં વિધાનસભાની કુલ 111 બેઠક છે. જેમાંથી 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં છે. જ્યાં ચૂંટણી યોજવામાં આવતી નથી. આમ 87 બેઠક હતી, જો કે, લદ્દાખ અલગ થતા હવે 83 બેઠકો બચી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code