Homeગુજરાતીછત્તીસગઢમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.8 નોંધાઈ 

છત્તીસગઢમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,તીવ્રતા 4.8 નોંધાઈ 

  • છત્તીસગઢમાં ભૂકંપના આંચકા
  • રિક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા 
  • કોઈ જાનહાનિ કે જાનમાલને નુકશાન નહીં 

રાઇપુર:છત્તીસગઢના અંબિકાપુરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 5.28 વાગ્યે આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી.

જોકે ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Most Popular