Homeગુજરાતીકચરા સમાન ઈસ્લામી કટ્ટરપંથીઓને આવકારતા પશ્ચિમિ દેશો તેનું પરિણામ ભોગવેઃ મૌલાના મોહમ્મદ...

કચરા સમાન ઈસ્લામી કટ્ટરપંથીઓને આવકારતા પશ્ચિમિ દેશો તેનું પરિણામ ભોગવેઃ મૌલાના મોહમ્મદ તૌહિદી

નવી દિલ્હીઃ ફ્રાંસમાં હિંસા વચ્ચે સોશિયલ મીડિયામાં ઈસ્લામી મૌલાના મોહમ્મદ તૌહિદીનો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ચેતવણી આપતા કહે છે કે, ઈસ્લામિ કટ્ટરપંથીઓને મુસ્લિમ દેશો પણ આવકારતા નથી, પરંતુ આ કટ્ટરપંથીઓનું પશ્ચિમી દેશો સ્વાગત કરે છે, બાદમાં પશ્ચિમિ દેશોને તેના પરિણામ પણ ભોગવવા પડે છે. IRGC (ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ) જેવા સંગઠન મુસ્લિમ દેશો નથી ચાલતા, પરંતુ બ્રિટન, અમેરિકા, કેનાડા અને ઓસ્ટ્રેલિયામાં સ્વતંત્ર બનીને પોતાનું કામ કરે છે. આ લોકો ટોરન્ટોમાં ખુલ્લેઆમ પોતાના ઝંડા ફરકાવે છે, લોકોને કેમ ખબર નથી પડતી કે તેમની વિચારધારા લોકોનું લોહી વહાવાની છે. આ વીડિયો તા. 9મી સપ્ટેમ્બર 2022ના ઈન્ટરવ્યુનો હોવાનું જાણવા મળે છે.

ઈસ્લામી કટ્ટરપંથીઓને કચરા કમાન ગણાવીને તેમમે વધુમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે ઘરનો સામાન ખરીદવા જઈએ ત્યારે કેટલોક કચરો પણ નીકળે છે. આ કચરાને લોકો બહાર ફેંકી છે અને સ્થાનિક તંત્ર તેને ઉઠાવી જાય છે. કચરો ઘરમાં રાખવાથી બીમારી સાથે કીટાણુ જન્મે છે. આજ રીતે સમાજમાં પણ કેટલોક કચરો હોય છે. તમારી સામે હત્યારા, અપરાધી અને વિકૃત માનસિકતા છે જે કહે છે કે, તમે મહિલા છે, તમે તમારા પુરા શરીરને ઢાંકીને રાખો, કેટલાક કહે છે કે, આ યહુદી કે ઈસાઈ છે એટલે તેમની સાથે આવી જ થવું જોઈએ, આવી માનસિકતા વિકૃત છે અને તેનું ક્યારેય સન્માન ના થવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઈસ્લામી દેશોમાં કોઈ સંકટ નથી, મુસ્લિમ દેશો સારુ કરી રહ્યાં છે જો કે, કેટલીક જગ્યાએ સમસ્યાઓ છે. પરંતુ સંકટ તમારી ઉપર છે, તમે મુસ્લિમ દેશ જાવ છો, અહીંથી કચરો ઉઠાવી લાવો છે, જેને ખુદ મુસ્લિમ દેશ નિકાળીને બહાર ફેંકવા માંગે છે, અથવા જેલમાં રાખીને તેમને સમાજમાંથી દૂર કરવા માંગે છે. તમે આવા લોકોને સસ્તામાં ઉઠાવી જાવ છે, જો કે આ ઈસ્લામી કટ્ટરપંથીઓે કોઈ કામ કરવું થથી.

મૌલાનાએ પોલેન્ડની કટ્ટરપંથીઓ સામેની નીતિની પ્રસંશા કરી છે. જ્યારે તે વખતે ફ્રાંસને લઈને તેમણે કહ્યું હતું કે, ફ્રાંસમાં કટ્ટરપંથીઓ જાય છે, સરકારી મશીનરીનો ઉપયોગ કરે છે, વોશિંગટનમાં જઈને સંસદમાં પણ બેસે છે પછી ઈરાનનું સમર્થન કરે છે. એટલું જ નહીં હિજાબ પહેરીને કોંગ્રેસે લગાવેલા પ્રતિબંધોનો વિરોધ પણ કરે છે. આવા લોકોની માનસિકતા પહેલાથી જ સડેલી છે, હવે સવાલ એવો થાય છે કે, આમ કરવાથી કટ્ટરપંથીઓ તાકતવર બને છે અને પશ્ચિમિ દેશો કમજોબ બની રહ્યાં છે તો તેનો જવાબ માત્ર હા જ હોય..

સંબંધિત લેખો

Most Popular