Homeગુજરાતીગુજરાતખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી...

ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2026 :  Paddy, maize, millet will be directly purchased at minimum support price ગુજરાતમાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,બાજરી, જુવાર,અને રાગીના ખરીફ પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા.૨ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ભારત સરકાર દ્વારા ખરીફ  માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે  રૂ. ૨૪૪૧/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૪૬૧/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૧૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨૯૦૦/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૪૦૨૩/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૪૦૭૩/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૫૨૦૫/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવ્યું છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., દ્વારા કરાશે.

ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ  લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.૦૨ ઓક્ટોબર- ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર- ૨૦૨૬ સુધી કરવામાં આવશે.  જ્યારે આ  ડાંગર, બાજરી, જુવાર મકાઈ તથા રાગીની  ખરીદી તા.૧૬ નવેમ્બર- ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી- ૨૦૨૭ સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવે પાક વેચાણ કરવા માંગતા તમામ ખેડૂતો મિત્રોએ ઓનલાઇન નોંધણી કરાવવા નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો  તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી જરૂરી છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં  ક્રમ રદ થશે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular